GUJARAT

દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આણ્યો જીવનનો અંત, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

 457 Total Views

કોરોનામાં લોકડાઉન પછી રાજ્યમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે દાહોદમાં આજે એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા ચકચાર મચી જવા પામી છે. દાહોદમાં એક જ પરિવારના 5 લોકોએ આપઘાત કરતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોધરા રોડના સુજાઈબાગમાં આ ઘટના બની હતી. પરિવારે કોઈ અગમ્ય કારણોસર 3 બાળકો સાથે દંપત્તીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દોહદના ગોધરા રોડ પર આવેલા સુજાઇ બાગ ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુજાઈ બાગ વિસ્તારમાં રહેતા વ્હોરા સમાજના વરજેરવાળા પરિવારે આત્મહત્યા કરી લીધી છે. દંપતીએ પોતાના ત્રણ સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં પરિવારના બાળકોમાં અનુક્રમે 7, 15 અને 17 વર્ષીય સંતાનો સાથે પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી છે.

જોકે, આ ઘટનામાં પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પછી વધુ વિગતો સામે આવશે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.મૃતકના નામ

સૈફીભાઈ દૂધિયાવાલા – 42 વર્ષ
મેજબિન દૂધિયાવાલા – 35 વર્ષ
અરવા – 16 વર્ષ
જૈનબ -15 વર્ષ
હુસૈન – 7 વર્ષ

Leave a Reply

Your email address will not be published.