International

બ્રિટન માં નવા સ્ટ્રેનના 1800 અને જુના સ્ટ્રેનના 1800 દર્દીઓને શામેલ કરવમાં આવ્યા હતાં.

 1,352 Total Views

બ્રિટન માં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સામે આવેલો કોરોનાનો નવો સ્ટ્રેન (New Strain) ઝડપથી ફેલાતા દુનિયાભરમાં ચિંતાના વાદળ છવાયા છે. જોકે આ કોરોનાનો નવો સ્ટ્રેન જુના સ્ટ્રેન (Corona Old Strain)ની સરખામણીએ વધારે ઘાતક નથી. નવા સ્ટ્રેનમાં જુના કરતા મોતનો આંકડો ઘણો જ ઓછો છે તેમ બ્રિટનની પબ્લિક હેલ્થ સંસ્થાના અભ્યાસમાં સામે આવ્યું છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, નવા સ્ટ્રેન (Corona New Strain)ને લઈને ચિંતા કરવાની કોઈ ગંભીર બાબત નથી. આ નવો સ્ટ્ર્રેન જુના સ્ટ્રેન કરતા અધારે સંક્રમણ ફેલાવે છે તે વાત ચોક્કસ છે પણ તે જીવલેણ નથી.

ખતરનાક નથી નવો સ્ટ્રેન

બ્રિટનની પલ્બિક હેલ્થ સંસ્થા દ્વારા 3600 દર્દીઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં નવા સ્ટ્રેનના 1800 અને જુના સ્ટ્રેનના 1800 દર્દીઓને શામેલ કરવમાં આવ્યા હતાં. પરંતુ તેમાંથી માત્ર 42 જ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. તેમાંથી 26 દર્દીઓ જુના સ્ટ્રેનના હતાં જ્યારે નવાના માત્ર 16 જ દર્દીઓ હતા. જેનાથી સાબિત થાય છે કે, નવા સ્ટ્રેનના દર્દીઓમાં સિવિયરિટી પણ ઘણી ઓછી છે. માટે તેમણે હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂરિયાત પણ ઘણી ઓછી છે. જ્યારે જુના સ્ટ્રેનમાં દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લેવાની વધારે જરૂર પડતી હતી.

જુનો સ્ટ્રેન વધારે ગંભીર

જુના સ્ટ્રેનના 26 દર્દીઓમાંથી 12ના મોત થયા હતાં જ્યારે નવા સ્ટ્રેનના 16 દર્દીઓમાંથી 10 લોકોના મોત થયા હતાં. અહીં જોવા મળ્યું છે કે, નવા સ્ટ્રેનની સરખામણીમાં જુના સ્ટ્રેનથી પીડિત દર્દીઓના મોત વધુ થાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાનો નવો સ્ટ્રેન જુના સ્ટ્રેનની સરખામણીમાં વધારે સંક્રમિત જરૂર કરે છે પણ વધારે ઘાતક નથી અને જીવલેણ પણ નથી.

Leave a Reply

Your email address will not be published.