998 Total Views
આખા રાજ્યમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થનાર દર્દીઓ અને મોતને ભેટનારા આંકડાઓને કોઈને પણ વિચલીત કરી મૂકે તેમ છે. ત્યારે કોરોના વાયરસને લઈને એક મોટું સત્ય સામે આવ્યું છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું હોવાના સમાચાર મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ અમદાવાદ સિવિલમાં દાખલ કોરોનાના 341 દર્દીમાંથી 111 એટલે કે 32 ટકાથી વધુ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેવી રીતે અમદાવાદની જાણીતી SVPમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે.
એસવીપી હોસ્પિટલમાં દાખલ 252 દર્દીમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર હોવાની માહિતી મળી રહી છે. એટલે કે સામાન્ય રીતે એક ગણતરી પ્રમાણે શહેરમાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થતો દર ત્રીજો વ્યક્તિ વેન્ટિલેટર પર હોવાનું સાબિત થઈ રહ્યું છે. ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન પણ સતત વધી રહ્યા છે.
રાજ્યમાં સપ્ટેમ્બર પહેલા કોરોના પર થોડો કંટ્રોલમાં હતો, પરંતુ આ મહિનાની શરૂઆતથી જ શહેરમાં કોરોના વાઈરસ ફરી માથું ઊંચકી રહ્યો છે અને દર્દીઓ ગંભીર હાલતમાં મુકાઈ રહ્યા છે. હાલમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવપ્રતિદિન વધી રહી છે. હાલમાં સિવિલમાં આવતા મોટા ભાગના દર્દી ગંભીર અવસ્થામાં આવે છે. જો આ જ સ્થિતિ રહેશે તો 10થી 15 દિવસમાં ફરી એકવાર સિવિલ ભરાઈ જાય તેવી શક્યતા છે.
આ સ્થિતિમાં લોકોએ સાવચેતીનાં પગલાં લેવા જોઈએ. એકબીજાથી દૂર રહી સંપર્ક ટાળવો જોઈએ. સોમવારે શહેરમાં કોરોનાના નવા 149 કેસ નોંધાયા હતા અને 3 દર્દી મૃત્યુ પામ્યા હતા. કાલુપુર સ્ટેશને 1580 ટેસ્ટમાંથી 17 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં 26 દિવસ પછી 175 નવા કેસ સામે 193 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.