Ahmedabad

અમદાવાદ જીવરાજપાર્કમાં મહિલાનો પતિ બીમાર હોઈ પૈસાની જરૂરિયાત સંતોષવા બદલ શરીરસુખની માંગણી

 532 Total Views

વેજલપુર જીવરાજપાર્ક વિસ્તારમાં 39 વર્ષીય મહિલાનો પતિ બીમાર હોઈ આર્થિક મદદ ના બદલામાં શરીર સુખની માંગણી કરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહિલાનો પતિ બીમાર થતા તેણે પોતાના મિત્રો અને સાગ સંબંધીઓ પાસે પૈસાની જરૂરિયાત ની વાત કરી હતી.

જોકે મદદ મળી શકી ન હતી. દરમિયાન મહિલાના પુત્રના મિત્ર અને આંબાવાડી ખાતે રહેતા કોમલ સોલંકી પાસે મદદની માંગણી કરતા કૌશલ મહિલાના ઘરે આવ્યો હતો અને તેમના પતિ મુખ્યરૂમમાં અને દિકરો સ્નેહ તેના રૂમમાં સૂતો હતો ત્યારે કૌશલે તેમને 300 રૂપિયા આપીને પુછ્યું હતું કે તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે.

તો મહિલાએ જણાવ્યુ હતુ કે મારે 10થી 15 હજાર રૂપિયાની જરૂર પડે. ત્યારે કૌશલ હું મારા પપ્પા સાથે વાત કરી તમને પૈસા અપાવીશ તેમ કરી મહિલાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો અને હું તમારી સાથે છુ તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં મહિલાને ફોન પર ઘરે મળવાની વાત કરી કોશલે કહ્યુ હતુ કે હું તમને પૈસા આપશે તો બદલામાં તમે મને શું આપશો..?

તો મહલિાએ જણાવેલ કે હું તમને વ્યાજ આપશે તેવી વાત કરતા કૌશલે વ્યાજની ના પાડી મારે તમારી સાથે શરીર સંબંધ બાંધવો છે તેવી વાત કરેલી. જેથી મહિલા આવુ કરવાની ના પાડતા કૌશલે ધમકી આપી હતી કે જો આ વાત મારા પપ્પા કે બીજા કોઈને કહેશો તો તમારો દીકરી સ્નેહ રાત્રીના બહાર ફરે છે તેને હું જોઈ લઈશ.

મહિલાએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.