GUJARAT

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના નવા 5258 કેસ નોંધાયા અને 25નાં મોત

 1,029 Total Views

– બુધવાર કરતાં 414 કેસ ઓછા નોંધાયા

– એકિટવ કેસની સંખ્યા 59,058 ઉપર પહોંચી, લોકોને કામ સિવાય બહાર ન નીકળવા મ્યુનિ. તંત્ર દ્વારા લોકોને અપીલ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના ૨૪ કલાકમાં નવા ૫૨૫૮ કેસ અને ૨૫ લોકોનાં મોત નોંધાયા છે.બુધવારે કુલ ૫૬૭૨ કેસ અને ૨૬ મોત નોંધાયા હતા.આમ ગુરૂવારે બુધવાર કરતા ૪૧૪ કેસ ઓછા નોંધાયા છે.શહેરમાં હાલ એકિટવ કેસની સંખ્યા ૫૯,૦૫૮ ઉપર પહોંચી છે.અમદાવાદ શહેરમાં હાલ કોરોના સંક્રમણ તેની મહત્તમ હાઈટ ઉપર હોવાથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોને કામ સિવાય બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે.

ગુરૂવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ૫૨૫૮ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ ૧૫૫૩૨૪ કેસ નોંધાયા છે.ગુરૂવારે ૨૫૦૪ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૯૦૭૧૩ લોકો કોરોનામુકત થયા છે.ગુરૂવારે ૨૫ લોકોના મરણ થતાં અત્યાર સુધીમાં કુલ ૨૮૨૪ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં ૨૪ કલાકમાં ૪૧૪ જેટલા ઓછા કેસ બુધવાર કરતા નોંધાયા છતાં હજુ સાચવવાનો સમય હોવાનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલમાં કહેવાયુ છે.ઉપરાંત કામ સિવાય લોકો બહાર ના નીકળે તો સંક્રમણ ઝડપથી નિયંત્રણમાં આવી શકશે.ગુરૂવારે શહેરમાં કુલ ૨૫૨૭૬ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

જેમાં ૧૩૦૨૦ પુરૂષ અને ૧૨૨૫૬ મહિલાઓનો સમાવેશ થતો હતો.૨૪ કલાકમાં ૩૭ એસ.વી.પી.બાયોમેડીકલને સૌથી વધુ ૨૧ સિલિન્ડર ઉપરાંત સામવેદ,નવરંગપુરા,પુષ્ટિ બોપલ, કેર પ્લ્સ, નિર્ણયનર, સુશ્રુષા, નવરંગપુરા, બોડીલાઈન, પાલડી, આરના, મણિનગર, એઈમ્સ, પાલડી, નીધી હોસ્પિટલ, નવરંગપુરા અને શૈલ્ય હોસ્પિટલ, નારણપુરા એમ કુલ મળીને દસ હોસ્પિટલોને ૮૬ ઓકિસજન સિલિન્ડર રીફીલ કરી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.