GUJARAT India

કોરોનાના કેસ વધતાં અનેક તાલુકામાં વેપારીઓની મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કયા કેવો નિર્ણય લેવાયો?

 730 Total Views

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદ, સુરત અને રાજકોટમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે વધી રહેલ કોરોના સંકટ વચ્ચે વેપારીઓએ સ્વૈચ્છીક રીતે દુકાનોનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. દુકાનદારોએ 31 જુલાઇ સુધી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.

કોરોનાનું સંક્રમણ વધતા અનેક તાલુકામાં દુકાનદારો અને વેપારીઓએ સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં વેપારીઓએ ધંધા-રોજગારનો સમય ઘટાડ્યો છે. જેમાં બાબરામાં 6 કલાક જ ઈલેક્ટ્રોનિક્સની દુકાનો ખુલવા માટે નિર્ણય લેવાયો છે. આ સિવાય ઓલપાડમાં 31 જુલાઈ સુધી દુકાનો 5થી 6 સુધી બંધ, વડોદરા વેપાર વિકાસ એસો.ને લીધેલા નિર્ણય પ્રમાણે દુકાનો સવારે 9થી 6 ખુલશે. પાટણમાં સવારે 7થી બપોરે 2 સુધી દુકાનો ખુલશેસ, જ્યારે દાહોદ APMC સવારે 7થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

સરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરની દુકાનોનો સમય સ્વૈચ્છિક રીતે ઘટાડાવામાં સુરતના દુકાનદારો લેવાયેલા નિર્ણયમાં સ્ટેશનરી દુકાનો 9થી 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે મશીન ટુલ્સ, હાર્ડવેરની દુકાનો 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે બિલ્ડિંગ મટીરિયલ દુકાનો 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સાથે હોલસેલ FMCG બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જ્યારે સિરામીક દુકાનો, ઇલેક્ટ્રીક દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

રાજ્યમાં કોરોનાના સંક્રમણના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર પણ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના વેપારીઓ દ્વારા કોરોના સંકટ વચ્ચે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.