795 Total Views
હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી 4, 5 અને 6 જુલાઇના દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ત્યાં જ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા શરૂ થયા છે.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. 4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 4, 5 અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી થઇ છે. આજ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે.