Business

ICICI બેંક અને સરકારી બેંક ઓફ ઈન્ડિયાએ લોનના દરમાં 0.05 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે…

 841 Total Views

આજે 1 ઓક્ટોબરથી દેશમાં કેટલાય નિયમોમાં બદલાવ થયો છે. જેમાં અમુક નિયમોથી ખિસ્સું ખાલી પણ થઈ શકે છે. પણ તેવામાં ICICI બેંક અને સરકારી બેંક ઓફ ઈન્ડિયાએ લોનના દરમાં 0.05 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. નવો દર 1 ઓક્ટોબરથી લાગુ થશે. અગાઉ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પણ પોતાના વ્યાજદરોમાં ઘટાડો કરી ચૂકી છે.

તો આ મહિનાથી તહેવારની સિઝનની પણ શરૂઆત થવાની છે. જેને જોતાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ફેસ્ટિવ બોનાન્જા નામે નવી ફેસ્ટિવ ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ ઓફરમાં ઓનલાઈન શોપિંગ પર ડિસ્કાઉન્ટની સાથે કેશબેક આપવામાં આવી રહ્યં છે. રિટેલ અને બિઝનેસ ગ્રાહકોને અનેક બેંકિંગ પ્રોડ્ક્ટસ અને સર્વિસિઝ પર આકર્ષક બેનિફિટ પણ મળી રહ્યા છે.

તો આઈસીઆઈસીઆઈ બેંક હોમ લોન અને અન્ય બેંકો પાસેથી હોમ લોનનું બેલેન્સ ટ્રાન્સફર કરવા પર આકર્ષક ઓફર આફી રહી છે, જેમાં વ્યાજ દર 6.90 ટકાથી શરૂ અને પ્રોસેસિંગફી 3000 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત ઓટો લોનમાં પણ ગ્રાહકો માટે ફ્લેક્સિબલ સ્કીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ સાથે પાર્ટનરશિપ કરીને કેશબેક સહિત ડિસ્કાઉટની ઓફર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.