સુશાંત સિંહ રાજપૂતની મોત સાથે સંકળાયેલ પ્રશ્નો ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યા. જ્યાં સુધી એક વાત અને શકને ખતમ કરવામાં આવે છે ત્યાં સુધી બીજી વાત સામે આવી જાય છે.
અંતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત એક રહસ્ય બનીને રહી ગઇ છે. જેટલું વિચાર અથવા તપાસ કરવામાં આવી રહી છે, તેનાથી વધુ નવા પાસાઓ બહાર આવી રહ્યા છે. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પહેલાં તેની મૃત્યુ તારીખને વિકિપીડિયા પાના પર અપડેટ કરવામાં આવી હતી. આ કેવી રીતે થયું તે કોઈ સમજી શક્યું નહીં. પોલીસને સવારે 12.30 વાગ્યે સુશાંતસિંહ રાજપૂતનાં મોત અંગે માહિતી આપવામાં આવી હતી, જ્યારે આ માહિતી સવારે 8.59 વાગ્યે વિકિપીડિયા પર અપડેટ કરવામાં આવી હતી. સુશાંતે સવારે 9 વાગ્યે તેની બહેન સાથે વાત કરી હતી અને આ સમાચાર તેના 1 મિનિટ પહેલા અપડેટ થયા હતા.
એક ખાનગી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ સુશાંતે 10 વાગ્યાની આસપાસ જ્યુસ પીધા પછી તેને પોતાના રૂમમાં બંધ કરી દીધો હતો. આવી સ્થિતિમાં, ચાહકો સમજી શક્યા નહીં કે આ ઘટનાના કલાકો પહેલાં, તેમના વિકિપીડિયા પેજ પર તેને કેવી રીતે અપડેટ કરવામાં આવ્યું હતું. આ મામલાની તપાસમાં એક વાત સામે આવી છે જેને દરેકની જીજ્ઞાસાને શાંત કરી દીધી છે. ખરેખરે વિકિપીડિયા UTC (Coordinated Universal Time) જોનના હિસાબથી અપડેટ થાય છે. જે IST (Indian Standard Time)થી આશરે 5.30 કલાક પાછળ ચાલે છે. જે મુજબ વીકિપિ઼ડીયા પર જે અપડેટ સવારે 9 વાગ્યાની નજરે પડી રહી છે તે ખરેખર બપોરે આશરે 2.29 વાગ્યે અપડેટ કરવામાં આવી હતી.
વિકિપીડિયા પેજ પર થયેલી અપડેટ સિવાય પણ એવા ઘણા સવાલ છે જેના કારણથી લોકો સુશાંતની મોતને આત્મહત્યા ન માનીને હત્યા માની રહ્યા છે. આ તમામ પહેલું પર તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી 28 લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી ચુકી છે.
900 Total Views સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને લગભગ ત્રણ મહિના થયાં છે, પરંતુ આજે પણ તેમના પ્રિયજનો તેમને ભૂલી શક્યા નથી. ફિલ્મ કેદારનાથના ડિરેક્ટર અભિષેક કપૂરે સુશાંતને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. અભિષેકે કહ્યું છે કે ઝેરીલા મગજ ધરાવતા લોકોએ સુશાંતને ખાતરી આપી કે પ્રશંસકો તેમને ચાહતા નથી. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતે […]
941 Total Views ક્યા અદા ક્યા જલવે તેરે પારો, સોના સોના, શાબા શાબા, નીચે ફુલોકી દુકાન, મોરા પિયા, મેં યહા તું વહા અને ચલી ચલી ફિર ચલી ચલી જેવા ગીતો કંપોઝ કરનાર સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવે બોલિવૂડને ઘણાં હિટ ગીતો આપ્યા. સંગીતકારનો જન્મ 4 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો. ઘણાં હિટ ગીતો આપ્યા છતાં […]
1,640 Total Views ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે 1929માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેઓનો જન્મ થયો હતો. અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 30000થી વધુ ગીતોમાં કંઠ આપ્યો છે. ત્યારે આજે જાણો તેમના જીવનની કેટલીક એવી વાતો […]