India

ગલવાન ખીણમાં આ કારણે ભારતનાં વિસ્તાર પર કબજો કરવા ઇચ્છે છે ‘લુખ્ખુ’ ચીન

 753 Total Views

મે મહિનાની શરૂઆતથી જ લદ્દાખની ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીની સેના વચ્ચે તણાવની શરૂઆત થઈ ગઈ હતી. જૂનમાં આ તણાવ ચરમ પર પહોંચી ગયો અને હિંસક ઝડપમાં જ્યાં ભારતનાં 20 જવાનો શહીદ થયા તો ચીને પણ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું. આવામાં એ જાણવું જરૂરી છે કે આખરે ગલવાન ખીણમાં ચીન ભારતની જમીન પર કેમ કબજો કરવા ઇચ્છે છે.

અક્સાઈ ચીન પર હંમેશાથી ભારતનો દાવો

ઉલ્લેખનીય છે કે અક્સાઈ ચીન પર હંમેશાથી ભારતનો દાવો રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં ચીને કબજો કરી રાખ્યો છે. આ Plateau area છે. આ વિસ્તારમાં ચીન વ્યૂહાત્મક રીતે પોતાની ઉપસ્થિતિ વધારે મજબૂત કરવા ઇચ્છે છે. આ કારણે તે આની આગળનાં ભાગો પર પણ પોતાનો કબજો ઇચ્છે છે. ગલવાન ખીણનાં જે વિસ્તારને લઇને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તે ભારતનાં ઉત્તર વિસ્તારમાં અંતરિયાળ, ઘણા સાંકડા અને કાંટાળા પહાડો અને ઝડપથી વહેતી નદીઓ વચ્ચે આવેલો છે.

ભારતની મજબૂત સ્થિતિથી સંપૂર્ણ રીતે બૌખલાઇ ગયું ચીન

આ વિસ્તાર લગભગ 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે અને તાપમાન ઘણીવાર શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે જ રહે છે. સૈન્ય નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે વર્તમાન ફેસ-ઑફનું સૌથી મોટું કારણ ભારતનું ટ્રાન્સપોર્ટ લિંક સારું બનાવવા માટે રસ્તાઓ અને એરબેઝનું નિર્માણ કરવું છે. ચીન આ વિસ્તારમાં ભારતની મજબૂત સ્થિતિથી સંપૂર્ણ રીતે બૌખલાઇ ગયું છે.

ચીને ફરી કર્યો દગો

ઉલ્લેખનીય છે કે એલએસીનાં કિનારે ચીને પહેલાથી જ મજબૂત પાયાનું માળખું બનાવી લીધું છે. ચીનને લાગી રહ્યું છે કે આનાથી આ છેવાડાનાં વિસ્તારમાં પણ ભારત ભારે પડી શકે છે. ભારતની આ તૈયારીથી બંને દેશો વચ્ચે જે સૈન્ય શક્તિનું અંતર છે તે પણ ઓછું થઈ શકે છે. જણાવી દઇએ કો બંનેની વચ્ચે 1993માં થયેલા એક કરાર પ્રમાણે વાસ્તવિક સીમા રેખા પર કોઈ પક્ષ બળનો પ્રયોગ નહીં કરે, પરંતુ ચીને પોતાના ષડયંત્ર દ્વારા ગોળી ચલાવ્યા વગર તણાવને ઉચ્ચ સ્તરે પહોંચાડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.