754 Total Views
બાળપણથી જ આપણે બધા જોઇએ છીએ અને સાંભળતા આવ્યા છીએ કે લોકો ફોન ઉઠાવતા જ ‘હેલ્લો’ જરૂર કહે છે. હેલ્લો બાદ જ આગળની વાત શરૂ થાય છે, પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે ફોન ઉઠાવતા જ સૌથી પહેલા લોકો હેલ્લો કેમ બોલે છે? આમ તો આ પ્રશ્નોના જવાબ અનેક મનઘડંત કહાનીઓમાં છે જેમાં કોઈ સત્ય નથી, પરંતુ આજે અમે તમને હેલ્લો શબ્દની ઉત્પત્તિ વિશે જણાવીએ છીએ.
ગ્રેહામ બેલ ફોન પર હેલ્લો નહીં, પરંતુ Ahoy કહેતા
એલેક્ઝેન્ડર ગ્રેહામ બેલે ટેલીફોનની શોધ કરી હતી. 10 માર્ચ 1876ના તેમના ટેલીફોન આવિષ્કારની પેટન્ટ મળી હતી. આવિષ્કાર કર્યા બાદ બેલે સૌથી પહેલા પોતાના સાથી વોટસન માટે સંદેશ આપ્યો કે, શ્રીમાન વોટ્સન તમે અહીં આો, મને તમારી જરૂર છે. ઉલ્લેખનીય છે કે ગ્રેહામ બેલ ફોન પર હેલ્લો નહીં, પરંતુ Ahoy કહેતા હતા. ટેલીફોનની શોધ બાદ જ્યારે લોકોએ આનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, તો લોકો સૌથી પહેલા પૂછતા હતા કે Are You There? આવું એટલા માટે કે તેઓ જાણી શકે કે તેમનો અવાજ સામે પહોંચી રહ્યો છે કે નહીં? જોકે એકવાર થૉમસન એડિસને Ahoy ખોટું સાંભળ્યું અને વર્ષ 1877માં તેમણે હેલ્લો બોલવાનો પ્રસ્તાવ રાખ્યો.
હેલ્લો શબ્દ જૂના જર્મન શબ્દ ‘હાલા’થી બન્યો
આ પ્રસ્તાવને પાસ કરવા માટે થૉમસ એડિસને પિટસબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલીગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએને પત્ર લખીને કહ્યું કે ટેલીફોન પર પહેલો શબ્દ હેલ્લો બોલવો જોઇએ. જ્યારે તેમણે પહેલીવાર ફોન કર્યો તો સૌથી પહેલા હેલ્લો બોલ્યું. થૉમસ એડિસનની દેણ છે કે આજે પણ લોકો ફોન ઉઠાવતા જ સૌથી પહેલા હેલ્લો બોલો છો. ઑક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી અનુસાર, હેલ્લો શબ્દ જૂના જર્મન શબ્દ ‘હાલા’થી બન્યો છે. આ શબ્દ જૂના ફ્રાન્સીસી અથવા જર્મન શબ્દ ‘હોલા’થી આવ્યો છે. ‘હોલા’નો મતલબ થાય છે ‘કેમ છો?’, પરંતુ આ શબ્દ સમયની સાથે બદલાતો ગયો.