760 Total Views
જણાવ્યું કે સ્વનિર્ભર શાળાઓ એ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં ભણાવવાનો જે નિર્ણય લીધો છે તેવા સંજોગોમાં શિક્ષણ વિભાગ મુક પ્રેક્ષક કોઈપણ સંજોગોમાં ના બની શકે .જ્યારે સ્વનિર્ભર શાળાના સંચાલકોએ આવો નિર્ણય લીધો છે ત્યારે ઉપરોક્ત ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડશે.
આજે આ સંદર્ભમાં જીસીઇઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને આ અંગેની તૈયારીઓ તાકીદે શરૂ કરવા સૂચના પણ આપી દીધી છે.
લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધીમાં ધોરણ ૯થી ૧૨ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને બાયસેગ દ્વારા પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલના માધ્યમ ઉપરાંત ડીડી ગિરનાર અને યુટ્યુબના માધ્યમથી તથા ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે એ જ માધ્યમનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને સ્વનિર્ભર શાળાઓના નિર્ણયના સંદર્ભમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જોખમાવા નહિ દે.