GUJARAT

Gujarat Lockdown: રાજ્યના આ મોટા શહેરમાં આવેલા જાણીતા મોબાઇલ માર્કેટે પણ લગાવ્યું વીકેંડ લોકડાઉન, જાણો વિગતે

 704 Total Views

રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.

કોરોનાની ચેઇન તોડવા અમદાવાદની રિલીફ રોડ પર આવેલું મોબાઇલ માર્કેટ પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોને આ અંગે મેસેજ કરીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના ખોખરા વિસ્તારમાં પણ વેપારીઓની બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. ખોખરા મદ્રાસી મંદિરથી હાટકેશ્વર સર્કલ સુધીની તમામ દુકાનો બંધમાં જોડાશે.

અમદાવાદમાં કોરોનાનું ચિત્ર

હાલ અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી દરરોજ 5000થી વધુ કેસો અને 25 દર્દીનાં મોત થઈ રહ્યાં છે. બીજી લહેર ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 126,758 થયો છે. જ્યારે 82,622 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,736 થયો છે.

Leave a Reply

Your email address will not be published.