GUJARAT

Gujarat Lockdown: સૌરાષ્ટ્રના વધુ એક મોટા તાલુકામાં 5 દિવસનું લોકડાઉન, લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા

 904 Total Views

જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની તમામ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધના પગલે લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા.

હળવદઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona Cases) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. જેના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની (Lockdown) સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે. મોરબીના હળવદમાં પણ આજથી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લવાયું છે.

હળવદ પંથકમાં કોરોનાના કેસમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થતાં હળવદ નગરપાલિકા ખાતે વેપારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા સ્વેચ્છિક સ્વયંભૂ ૫ દિવસ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેમાં તારીખ ૨૨ થી ૨૬ તારીખ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની તમામ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધના પગલે લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા. સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલીને લોકો બજારમાં ફરતા જોવા મળ્યા હતા. ઉપરાંત લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. શહેરમાં કરિયાણા કપડાંની કટલેરી પાન ગુટકાની દુકાનો શાકભાજીની લારીઓ પર ભારે ભીડ જોવા મળી હતી. લોકડાઉનને પગલે બજારો માં ભારે વાહનો નો ધસારો થયો હતો. મેઇન બજારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.

Leave a Reply

Your email address will not be published.