GUJARAT

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી, સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નું આયોજન રદ કરી દીધું

 1,902 Total Views

રાજ્યમાં કોરોના વાયરસ ના કહેર થોડો હળવો થયો છે, તેમ છતાં સરકાર  હવે કોઈ છૂટછાટ લેવા માંગતી નથી. બ્રિટેન થી હવે ભારતમાં કોરોનાનો નવો સ્ટ્રેન પણ આવી ગયો છે, ત્યારે સરકાર ચારેબાજુથી ચાકોર બની ગઈ છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી, ત્યારબાદ આજની કેબિનેટ બેઠક માં તેના વિશે વિગતવાર ચર્ચાઓ બાદ સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નું આયોજન રદ કરી દીધું છે. CMની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર  ખાતે બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં ચાલી રહેલી સ્થિતિ વિશે ચર્ચાઓ થઈ હતી. વળી આગામી પતંગોત્સવને લઈને ચાલી મૂંઝવણનો સરકારે નિર્ણય લેતા અંત આવી ગયો છે.

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો જેના કારણે રાજ્ય સરકાર હવે ફરીથી કોઈ છૂટછાટ લેવા માંગતી નથી. ગુજરાતમાં દર વર્ષે ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાય છે જેમાં દેશવિદેશના પતંગબાજો ભાગ લે છે અને વિવિધ આકાર-કદની પતંગો ચગાવી આકાશી કરતબ કરે છે. પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હજુય યથાવત રહ્યુ છે. જોકે, દિવાળીના તહેવારો બાદ રાત્રી કરફ્યુ અમલી બનાવ્યા બાદ કોરોના જાણે માંડ કાબૂમાં આવી શક્યો છે.

તમને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ન્યૂ યર અને ઉત્તરાયણના તહેવારોમાં સજાગ તેમજ સાવચેત રહે. લોકોની નારાજગીની ચિંતા રાજ્ય સરકાર ના કરે અને રાજ્યમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકે.

દિવાળીની જેમ કોરોનાના કેસો પર કાબૂ મેળવવાની પ્રક્રિયા પર ન્યૂ યર અને ઉત્તરાયણની ઉજવણીથી પાણી ફરી ના જાય. હાઈકોર્ટની આકરી ટકોર બાદ રાજ્ય સરકારે આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો હોય તેવું જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.