GUJARAT

Gujarat Corona cases updates : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 12820 કેસ, 140 લોકોના મોત

 863 Total Views

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-10,  વડોદરા કોર્પોરેશન 9, મહેસાણા 3, વડોદરા 5,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 9, સુરત 3,  જામનગર-5,  બનાસકાંઠા 2,  કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, નવસારી 0, દાહોદ 0,  ખેડા 1, ગાંધીનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશન 4,  સાબરકાંઠા 4, ભાવનગર 7,  જૂનાગઢ 5, પાટણ 3, આણંદ 0, રાજકોટ 6,  વલસાડ 1,  ગીર સોમનાથ 0, મોરબી 0, અરવલ્લી 0, પંચમહાલ 0, નર્મદા 0, ભરૂચ 1, અમરેલી 4, છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 3, તાપી 1,  પોરબંદર 1,  ડાંગ 0 અને બોટાદ 1 મોત સાથે કુલ 140  લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.