GUJARAT

Gujarat Corona cases updates : રાજ્યમાં કોરોનાના 13050 નવા કેસ નોંધાયા, વધુ 131 લોકોના મોત

 1,159 Total Views

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published.