GUJARAT

Gujarat Corona cases: રાજ્યમાં આજે ત્રણ હજારથી ઓછા કેસ નોંધાયા, 9 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

 937 Total Views

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2869 નવા કેસ નોંધાયા છે અને 33 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2869 નવા કેસ નોંધાયા છે અને 33 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9734 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,302 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,42,050 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49052 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દી વેન્ટિલેટર પર અને 48499 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.66 ટકા છે.

Leave a Reply

Your email address will not be published.