GUJARAT

Gujarat Corona cases: રાજ્યમાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, 5 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

 842 Total Views

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40 ટકા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 237, વડોદરા કોપોરેશન 216, સુરત કોપોરેશન 139, રાજકોટ કોર્પોરેશન 114, વડોદરા 99, પોરબંદર 75, જુનાગઢ 73, નવસારી 60, સુરત 58, બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમહાલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39, સાબરકાંઠા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જૂનાગઢ કોર્પોરેશન 35, મહેસાણા 33, વલસાડ 33, ખેડા 31, આણંદ 27, ભાવનગર કોર્પોરેશન 27, દેવભૂમિ દ્વારકા 26, અમરેલી 25, જામનગર 24, મહીસાગર 22, ગાંધીનગર કોર્પોરેશન 15, બોટાદ 11, નર્મદા 10, ગાંધીનગર 9, અમદાવાદ 8, પાટણ 8, છોટા ઉદેપુર 5, તાપી 4, સુરેન્દ્રનગર 3, દાહોદ 2, મોરબી 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1871 નવા કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2, સુરત કોપોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 0, વડોદરા 1, પોરબંદર 0, જુનાગઢ 1, નવસારી 1, સુરત 2, બનાસકાંઠા 0, ભરુચ 1, રાજકોટ 1, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર 0, સાબરકાંઠા 1, કચ્છ 0, અરવલ્લી 1, ગીર સોમનાથ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 0, વલસાડ 0, ખેડા 0, આણંદ 0, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1, જામનગર 1, મહીસાગર 0, ગાંધીનગર કોર્પોરેશન 0, બોટાદ 0, નર્મદા 0, ગાંધીનગર 0, અમદાવાદ 0, પાટણ 0, છોટા ઉદેપુર 1, તાપી 0, સુરેન્દ્રનગર 0, દાહોદ 0, મોરબી 0 અને ડાંગમાં 0 મોત સાથે કુલ 25 મોત નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 1,83,070 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 94.40 ટકા છે.

Leave a Reply

Your email address will not be published.