GUJARAT

ચેતજો! આજથી ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર અને માસ્ક ન પહેરનાર મર્યા સમજો, પણ પોલીસ અસમંજસમાં…

 577 Total Views

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનાને રૂ.500 દંડ ફટકારવાનો સરકારે નિર્ણય કર્યો હતો, તેનું પાલન કરવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ માસ્ક ન પહેરવા પર દંડ વસુલવામાં પોલીસ અસંમજસમાં મૂકાઈ છે તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. અમુક જગ્યાએ પોલીસકર્મીઓ રૂપિયા 500ના બદલે 200 રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે. ત્યારે આ વિશે જ્યારે પોલીસને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી સરકાર તરફથી અમને પરિપત્ર મળ્યો નથી, જેના કારણે દંડની રકમ લેવામાં અમંજસની સ્થિતિ ઉભી થઈ છે. તમને જણાવીએ કે અગાઉ માસ્ક ન પહેરવા પર રૂપિયા 200નો દંડ હતો. પરંતુ આજથી એટલે કે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવાનો દંડ બદલાઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 ઓગસ્ટ-2020ના શનિવારથી રાજ્યમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકોને તથા જાહેરમાં થૂંકનારા લોકોને રૂપિયા 500 દંડ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જાહેરમાં થૂંકનારાને રૂ. 200 દંડ થતો હતો. જ્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને રૂ.200ના બદલે રૂ. 500નો દંડ કરવાનો નિર્ણય અમલમાં છે. ટૂંકમાં આ બે બાબતોમાં દંડ વધારાયો છે અને રાજ્યભરમાં એકસરખો કરાયો છે.

મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પહેલી ઓગસ્ટથી આ દંડની જોગવાઈનો ચુસ્તપણે અમલ કરવા પણ અધિકારીઓને તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ આ સાથે લોકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યભરમાં અમૂલ પાર્લર ખાતેથી બે રૂપિયાના ભાવે દસ રૂપિયામાં પાંચ માસ્કનું પેકેટ ઉપલબ્ધ થશે.

બ્યૂરોક્રસી સરકાર પાસે ધાર્યું કરાવે છે !

મુખ્યમંત્રી રૂપાણીએ ગત બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં અમુક જગ્યાએ જાહેરમાં માસ્ક નહીં પહેરવા ઉપર રૂ. 500 દંડ અને રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રૂ. 200 દંડ એમ અલગ અલગ દંડની જોગવાઈ અંગે સખત નારાજગી દર્શાવી હતી. સૂત્રો એવું કહે છે, મુખ્યમંત્રીની નારાજી એ બાબતે હતી કે, અમુક જગ્યાએ રૂ. 500નો દંડ કર્યો ત્યારે તંત્રએ પૂછવું તો જોઈએ ને ટૂંકમાં બ્યૂરોક્રસી કેટલી હાવી થઈને ધાર્યું કરાવે છે, એનું એક આ ઉદાહરણ છે.

વિધાનસભા અધ્યક્ષ જાતે જ તપાસમાં નીકળ્યા, માસ્ક વગરના ચારને દંડયા !

મંગળવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સ્વંય વિધાનસભાની અંદર જાત નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. જેમાં બે સેક્શન ઓફિસર સહિત 4 કર્મચારી માસ્ક વગરના મળતા તેમની પાસેથી રૂ.500-500નો દંડ વસૂલવા આદેશ કર્યો હતો. આ તપાસમાં 4 કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર મળ્યા હતા. કોઈ માસ્ક વગર દેખાયું તો રૂ.1,૦૦૦નો દંડ વસૂલવા આદેશ કર્યો હતો. તેમણે બે કર્મચારીઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ઘરે મોકલી આપ્યા હતા. મુખ્યમંત્રીએ 1લી ઓગસ્ટથી રૂ.500નો દંડ વસૂલવાનું જાહેર કર્યા બાદ અધ્યક્ષે તારીખની રાહ જોયા વગર જ અમલ કરાવતા આ ઘટનાક્રમ ચર્ચાસ્પદ બન્યો છે.

હાઈકોર્ટે રૂ. 1,૦૦૦નો દંડ રાખવા સલાહ આપેલી

પાંચ દિવસ પહેલાં કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશનની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને એવી સ્પષ્ટ નૂકતેચીની કરી હતી કે, જે પ્રકારે લોકો બેફીકર બનીને માસ્ક વિના જ જાહેરમાં ફરી રહ્યા છે તેની સામે સરકારે રૂ. 1,000નો દંડ રાખવો જોઈએ, જેથી આનાથી ડરીને ય લોકો માસ્ક પહેરે અને સંક્રમણ રોકવામાં મદદ થાય. આ દંડ રાખતી વખતે સરકારે બીજા લોકો શું વિચારશે તેની ચિંતા કરવી ન જોઈએ?

Leave a Reply

Your email address will not be published.