Business

સરકાર સંચાલિત ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ તાત્કાલિક એલપીજી સેવા શરૂ કરવાની યોજના બનાવી.

 1,262 Total Views

એલપીજી સિલિન્ડર બુક કર્યા પછી, તેની રાહ જોવી એ એક જૂની બાબત બની જશે. જો તમને તાત્કાલિક એલપીજી સિલિન્ડરની જરૂર હોય, તો તમને તે તરત જ મળી જશે. સરકાર સંચાલિત ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ (IOC) તાત્કાલિક એલપીજી સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. IOCની આ સેવા દ્વારા, ગ્રાહક એલપીજી (LPG ) સિલિન્ડર બુક કરાવશે તે જ દિવસે સિલિન્ડર પહોંચાડવામાં આવશે.

એક પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં, આઇઓસી જણાવે છે કે દરેક રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક એવું શહેર અથવા જિલ્લા પસંદ કરવું આવશ્યક છે કે જ્યાં એલપીજી સેવા તરત જ રજૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત અમે ખાતરી કરીશું કે અમારા ગ્રાહકને બુકિંગના 30 થી 45 મિનિટની અંદર એલપીજી સિલિન્ડર મળે છે. આઇઓસીનું કહેવું છે કે આ દિશામાં કામ ચાલી રહ્યું છે, તે હજુ નક્કી થઈ રહ્યું છે. આઇઓસીનો આ પ્રયાસ કેન્દ્ર સરકારના ‘ease of living’ના લક્ષ્યનો એક ભાગ છે.

આઇઓસી કહે છે કે ‘આ સેવા અમને અમારા સ્પર્ધકોથી અલગ રાખશે અને આઈઓસીના ગ્રાહક કેન્દ્રિત અભિગમને વધારશે’. આઇઓસી અધિકારીઓનું કહેવું છે કે આ સેવા વહેલી તકે શરૂ કરવાની યોજના છે, 1 ફેબ્રુઆરીથી આ સેવા શરૂ કરવાનો આ પ્રયાસ છે. ઈન્ડિયન ઓઇલ Indane બ્રાન્ડ નામથી પોતાના ગ્રાહકોને સિલિન્ડર વેચે છે. 14 કરોડ આઇઓસી સબ્સ્ક્રાઇબર્સ સાથે દેશમાં 28 કરોડ એલપીજી ગ્રાહકો છે.

આઇઓસીના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈપણ ગ્રાહક જે આ Tatkal LPG સેવા અથવા ‘single day delivery service’ નો ઉપયોગ કરે છે તેને તેના માટે નાની કિંમત ચુકવવી પડશે, આ પ્રીમિયમ કે ચાર્જ કેટલો હશે તેની પર હાલ ચર્ચા ચાલી રહી છે આ તત્કાલ સેવા માટે ડીલર્સને હાલના ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

SBC અથવા સિંગલ બોટલ સિલિન્ડર ગ્રાહકો એટલે કે જેમની પાસે ફક્ત એક એલપીજી સિલિન્ડર છે, ત્યારે સિલિન્ડર અચાનક સમાપ્ત થાય ત્યારે મુશ્કેલ લાગે છે. બીજી કેટેગરી તે છે જેની પાસે એક સાથે બે સિલિન્ડર છે, તેઓને DBC અથવા ડબલ બોટલ ગ્રાહક કહેવામાં આવે છે. તેમની પાસે વિકલ્પ છે કે જો એક સિલિન્ડર સમાપ્ત થાય છે, તો બીજો ઉપયોગ કરો. Pradhan Mantri Ujjwala Yojana (PMUY) પરના CAGના અહેવાલ મુજબ, સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ એ એલપીજીને અપનાવવાના રસ્તામાં એક મોટો પડકાર છે.

એલપીજી ડીલરના જણાવ્યા મુજબ, IOC યોજના નવી નથી, તેમ છતાં, જુલાઇ 2010 માં તત્કાલીન તેલ પ્રધાન મુરલી દેવડાએ ‘Preferred Time LPG Delivery Scheme’ નામની યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગ્રાહક સવારે 7 વાગ્યાથી રાત્રી 9 વાગ્યા સુધી સિલિન્ડરની માંગ કરી શકશે. પરંતુ યોજનાનો ક્યારેય અમલ થઈ શક્યો નહીં

Leave a Reply

Your email address will not be published.