GUJARAT

ચિત્રકુટની જેલમાં કેદીઓ વચ્ચે ગેંગવોર, ગોળીબારમાં ત્રણનાં મોત

 955 Total Views

એક કેદીએ અન્ય બે કેદીની ગોળી મારી હત્યા કરી

સર્વિસ રીવોલ્વોર છીનવી ગોળીબાર કરનારા કેદીનું એન્કાઉન્ટરમાં મોત

ચિત્રકુટ : ઉત્તર પ્રદેશની ચિત્રકુટ જેલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબાર કેદીઓની વચ્ચે ગેંગવોર થઇ હતી, એક કેદીએ ગોળીબાર કરતા બે કેદીઓ માર્યા ગયા હતા. બાદમા પોલીસ કાર્યવાહીમાં ગોળીબાર કરનારો કેદી પણ ઠાર મરાયો હતો. આ ઘટનામાં કુલ ત્રણ કેદીઓ માર્યા ગયા છે. જોકે કેદી પાસે હિથયાર કેવી રીતે પહોંચ્યું તેની તપાસ ચાલી રહી છે.

રગોલી જેલના જેલર એસ.પી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે જેલમાં કેદ કેટલાક કેદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં બે કેદીઓની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં જેલના સુરક્ષાગાર્ડે ગોળીબાર કરનારા કેદીને પણ ઠાર કર્યો હતો.

તેમણે સાથે એવો પણ દાવો કર્યો હતો કે એક સુરક્ષાકર્મીની સર્વિસ રીવોલ્વોર કેદીએ છીનવી લીધી હતી અને બાદમાં તેનાથી અન્ય ગેંગના કેદીઓ પર ગોળીબાર કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર આ જેલમાં કેદ અંશુલ દીક્ષિતે સર્વિસ રીવોલ્વોર છીનવીને ઉત્તર પ્રદેશના બે બદમાશ મેરાજુદ્દીન અને મુકીમ કાલા પર ગોળીબાર કરી તેની હત્યા કરી હતી.

આ ગોળીબાર કરનારો અંશુલ દીક્ષિત પૂર્વાંચલનો શાર્પ શૂટર હોવાનું સામે આવ્યુ છે. જેને યૂપી એટીએફના ગોરખુુર જિલ્લાના ગોરખનાથ વિસ્તારમાંથી 2014માં પકડી પાડવામાં આવ્યો હતો.

જેલની અંદર જ ગોળીબારની આ ઘટના સામે આવતા સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ઉચ્ચ અિધકારીઓ આ જેલમાં પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. એવા અહેવાલો છે કે મૃતક કેદીને થોડા દિવસ પહેલા જ અન્ય જેલમાંથી અહી શિફ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ તેની અને અન્ય કેદીઓની વચ્ચે ઘર્ષણ થતુ રહેતુ હતું.

ડીઆઇજી પીએન પાંડેએ કહ્યું હતું કે વર્ચસ્વના ખુની ઘર્ષણ દરમિયાન બન્ને તરફથી રાઉંડ ફાયરિંગ થયુ હતું. આ ઘટના બાદ અન્ય કેદીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે આ ઘર્ષણ પાછળના કારણો અને હિથયાર કેદી પાસે કેવી રીતે પહોંચ્યું તેની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.