668 Total Views
દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા આપવામાં આવ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો.
જો સુગર સંચાલકો દ્વારા ભાવ ઓછા પાડવા બાબતે યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની ચીમકી સુગરના સભાસદોએ ઉચ્ચારી હતી.
ગયા વર્ષ કરતાં ૬૦૦ રૂપિયા પ્રતિ ટન ઓછો ભાવ જાહેર થતા ગણેશ સુગરના ખેડૂત સભાસદો આક્રમક મૂડમાં આવી ગયા છે.
હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ગણેશ સુગર ફેકટરીના સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે જેની સામે સભાસદોનું એક મોટું જૂથ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ કર્યો હતો અને ભાવ ઓછા પાડવાના કારણો પૂછ્યા હતા સભાસદોએ જણાવ્યું હતું કે ગણેશ સુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. ખેડૂત સભાસદો જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગર ભાવ જાહેર કરી હતી ત્યારબાદ તેના પછી અન્ય સુગર ફેકટરીઓ ભાવ જાહેર કરતી હતી. હવે એવું તો શું થયું કે અન્ય સુગરો ભાવ જાહેર કર્યા બાદ ગણેશ સુગર તેનો ભાવ જાહેર કરે છે અને તે પણ અન્ય સુગરો કરતાં ૨૫૦ ની ૫૦૦ રૂપિયા ભાવ ઓછા જાહેર કરે છે. પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગરના ભાવ એક થી ત્રણ નંબર માં રહેતા હતા જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગર નો હોય છે તેવો આક્ષેપ કર્યો હતો. ખેડૂત સભાસદો એ જણાવ્યું હતું કે ૧૯ – ૨૦ અને ૨૦ – ૨૧ના ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ, બગાસ સુગર દ્વારા શું ભાવે વેચવામાં આવ્યા તેની સામે શું ખર્ચો થયો તે પણ જણાવવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. સુગરના સંચાલકો દ્વારા ખોટા ખર્ચા કરી ખેડૂતોના પૈસા ખાઇ પોતે માલેતુજાર બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખૂબ અન્યાય થયો છે હવે ચલાવી લેવાય તેમ નથી અને ખેડૂત સભાસદોને મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ સંચાલકોએ આપવા પડશે તેમ આક્રોશપૂર્વક જણાવ્યું હતું. ગણેશ સુગર દેવાના ડુંગર નીચે દબાઈ કોઈપણ ભોગે બચાવવી પડશે જો ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપે તો તેમને તેમના ઘરનાં પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા