GUJARAT

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 741 Total Views

રાજ્યમાં હાલ કોરોના વાયરસ ભલે કંટ્રોલમાં આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ દેખાતું હોય, પરંતુ હકીકતમાં તેની અસરકારકતા હજુ પણ ગંભીર જ છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા ચે, તેમાંથી કેટલાંક સ્વસ્થ થયા છે, તો કેટલાંક નેતાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યા છે. ત્યારે હાલ એક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે આ વિશેની માહિતી જાતે ટ્વિટ કરીને આપી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનો કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. રજની પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરોન્ટાઇન થયા છે.

પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે, નમસ્તે, હું ચાર દિવસ પહેલા કોવિડ-19થી સંક્રમિત થયો છું. મારી સારવાર ચાલું છે અને હોમ ક્વોરેન્ટીન થયો છું. ઇશ્વર કૃપાથી મારી તબિયત સારી છે. આ સમય દરમિયાન મારા સંપર્કમાં આવેલા સ્નેહીશ્રીઓને પણ જરૂરી તકેદારી રાખવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published.