Business

રિઝર્વ બેંક ના પૂર્વ ગવનર્ન રઘુરામ રાજન ને સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આયાત અવેજીને પ્રોત્સાહન આપવાને લઈ સાવધાન કર્યા છે…

 692 Total Views

રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવનર્ન રઘુરામ રાજન (Raghuram Rajan)ને સરકારના આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) અભિયાન હેઠળ આયાત અવેજીને પ્રોત્સાહન આપવાને લઈ સાવધાન કર્યા છે. રાજને કહ્યું કે, દેશમાં પહેલાં પણ આ પ્રકારના પ્રયાસ થયા છે પણ સફળતા મળી નથી. જો આત્મનિર્ભર ભારતમાં ટેક્સને સતત આયાતની અવેજી તૈયાર કરાશે, તો મારું માનવું છે કે, આ રસ્તો જેના પર અમે પહેલાં અપનાવી ચૂક્યો છે અને તે અસફળ રહ્યું છે. હું આ રસ્તા પર આગળ વધવાને લઈને સાવધાન કરવા માગીશ.

એક વેબિનારને સંબોધિત કરતાં રાજને કહ્યું કે, દેશના નિકાસકારોને પોતાના નિકાસને સસ્તું રાખવા માટે આયાત વધારવાની જરૂર છે. જેથી તેનાથી ઈમ્પોર્ટેડ માલનો ઉપયોગ નિકાસમાં થઈ શકે. ચીન એક નિકાસ તાકાત તરીકે ઉભર્યું છે. તો બહારથી વિભિન્ન સામાનો આયાત કરે છે અને એસેમ્બલી કરીને ફરીથી નિકાસ કરે છે.

નિકાસ કરવા માટે તમારે આયાત કરવી પડશે. ઊંચો ટેક્સ ન લગાવવો પણ ભારતમાં ઉત્પાદન માટે સારું વાતાવરણ તૈયાર કરો. સરકાર દ્વારા લક્ષ્યાંકિત ખર્ચ લાંબા ગાળે ફળદાયી થઈ શકે છે. હું માનું છું કે આખા ખર્ચની દેખરેખ અને કાળજી લેવી જોઈએ. આ ખૂલી ચેક બુક જાહેર કરવાનો સમય નથી. પરણ જો કોઈ લક્ષ્યને લઈ કરનાર ખર્ચ જો બુદ્ધિમાની કે સાવધાનીથી કરવામાં આવે તો તે તમને સારા પરિણામ આપી શકે છે.

રાજને કહ્યું કે, વાસ્તવિક સમસ્યાને ઓળખી સુધારાઓને આગળ વધારવા યોગ્ય છે પણ આ પ્રક્રિયામાં તમામ પક્ષોની સહમતિની જરૂર છે. લોકો, ટીકાકારો, વિપક્ષી દળોની પાસે અમુક સારા સૂચન હોય શકે છે. જો તમે વધારે સહમતિ બનાવશો તો સુધારાઓને વધારે પ્રભાવી રીતે લાગુ કરી શકાશે. હું એમ નથી કહેતો કે મુદ્દાઓ પર લાંબા સમય સુધી ચર્ચાઓ થતી રહેવી જોઈએ, પણ લોકતંત્રમાં એ મહત્વપુર્ણ છે કે સર્વસમંતિ બનાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.