GUJARAT Kheda (Anand)

ડાકોર / રણછોડરાયજી મંદિરની તિજોરીમાંથી 5 લાખથી વધુ રકમની ઉચાપત કરનારો પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી ઝડપાયો, છટકું ગોઠવી રાજકોટમાંથી પકડાયો

 1,629 Total Views

ડાકોર / રણછોડરાયજી મંદિરની તિજોરીમાંથી 5 લાખથી વધુ રકમની ઉચાપત કરનારો પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી ઝડપાયો, છટકું ગોઠવી રાજકોટમાંથી પકડાયો
આરોપી રૂપેશ શાસ્ત્રીની તસવીર
આરોપી રૂપેશ શાસ્ત્રીની તસવીર
ડાકોર ટેમ્પલ કમિટી ટ્રસ્ટીઓએ બેકડોર નિમણૂક કરી હતી
મંદિર ટ્રસ્ટીઓના આંતરિક અસંતોષ અને ખેંચતાણનો લાભ ઉઠાવ્યો હતો
આરોપી મંદિરમાં મેનેજર તરીકે પરત આવવાના દિવાસ્વપ્ન જોતો હતો

ડાકોર. ડાકોર રણછોડરાયજી મંદિરના 5 લાખ ઉપરાંતની ઉચાપતના કેસમાં ભાગતો ફરતો આરોપી પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી ઝડપાયો છે. ડાકોર પોલીસ ટીમે બાતમીનાઆધારે પ્લાન બનાવી રૂપેશ શાસ્ત્રીની વહેલી સવારે રાજકોટથી ધરપકડ કરી છે. સ્પે.ઓડિટમાં ઉચાપતની વિગતો બહાર આવતા ડાકોર રણછોડરાયજી મંદિર દ્વારા ડાકોર પોલીસ સ્ટેશને રૂપેશ શાસ્ત્રી વિરૂદ્ધ 5 લાખ ઉપરાંતની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી હતી. કાયદા જાણકાર અને કાવાદાવાના અઠંગ ખેલાડી રૂપેશ શાસ્ત્રીએ ધરપકડથી બચવા ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અપીલ હતી.

ખેડા ડિસ્ટ્રક્ટ કોર્ટે જામીન ફગાવ્યાં હતા
ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેના આગોતરા જામીન ફગાવતા પોલીસ ધરપકડથી બચવા આરોપી ભાગી છૂટ્યો હતો. જોકે ડાકોર પોલીસે અદ્ભુત સૂઝબૂઝ અને ધીરજથી કામ લઈ બાતમીદારો મૂકી ધરપકડની તૈયારી કરી હતી. જેને લઈ જામીન ફગાવ્યાના ગણતરીના દિવસોમાં ડાકોર પોલીસે રાજકોટથી આરોપીને પકડી પાડ્યો હતો. નગરમાં ડાકોર પોલીસની આ કારગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. રાજકોટથી ડાકોર લાવ્યા બાદ રૂપેશ શાસ્ત્રીને ડાકોર પોલીસ દ્વારા કોરોના ટેસ્ટ માટે ડાકોર રેફરલમાં મોકલાયો હોવાની માહિતી છે.

સુરેન્દ્રનગરમાં ફરિયાદ થતા રાજીનામુ આપવું પડ્યું
ડાકોર રણછોડરાય મંદિરના પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીએ વર્ષ 2017-18માં કોઈ પણ પ્રકારના ઠરાવ વિના પોતાનો પગાર 1/- રૂપિયા માનદ વેતનથી વધારી રૂપિયા 45000/-થી વધુનો કરી દઈ રૂપિયા 5,07,970/-ની માતબર રકમ ખિસ્સે ભરી લીધી હતી. જેને લઈ ડાકોર ટેમ્પલ કમિટીએ કાયમી ઉચાપતની પોલીસ ફરિયાદ આપી હતી. આમ પણ પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીનો કાર્યકાલ વિવાદોમાં જ રહ્યો છે. 2012માં ડાકોર મંદિરના મેનેજર તરીકે નિમણૂક થઈ હતી. રૂપેશ ઉપર સુરેન્દ્રનગરમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ થતાં ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર પદેથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું.

અગાઉ ઉચાપત પણ રકમ ભરી જામીન લીધા
2018માં પોતાના કાર્યકાળ દરમિયાન પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રીએ મંદિરના એકાઉન્ટન્ટ પાસે મંદિરની સિલકમાંથી રૂપિયા 40,000/- લીધા હતા અને તેનોહિસાબ આપતો નહોતો. ત્યારે પણ મંદિર કમિટી તરફથી ઉચાપતની ફરિયાદ થતા તેને રકમ ભરી જામીન લીધા હતા. વળી ડાકોર મંદિરના સેવકગણે તેનેજાહેરમાં માર માર્યો હતો. જે ચકચારી ઘટના આજે પણ તાજી જણાઈ રહી છે. જો કે, ડાકોર મંદિરમાં પૂજારી અને સેવકોના આંતરિક અસંતોષનો પારખી રૂપેશ શાસ્ત્રી કેટલાક સેવક પૂજારીઓનો સાથ લઈ મંદિરમાં પરત ફરવાના કાવાદાવા અને દાવપેચ કરતો હોવાને કારણે કાયમી વિવાદમાં જ રહ્યો છે.

ટ્રસ્ટીઓએ બેકડોર નિમણૂક કરી હતી
સને 2017માં રૂપેશ શાસ્ત્રીની નિમણૂક જ વિવાદ ઉભો કરે તેવી રહી હતી. મંદિર કમિટીએ રણછોડરાય મંદિરના મેનેજર માટે જાહેર નિવિદા બહાર પાડી હતી. જેમાં રાજ્યમાંથી યોગ્ય લાયકાત ધરાવતા અનેક ઉમેદવારોએ અરજી કરેલી હતી. મંદિર કમિટીએ તેને શોર્ટલિસ્ટ કરી ઇન્ટરવ્યૂની તૈયારી કરી હતી. જ્યારે મંદિરકમિટીએ જ 8/5/2017 ના દિવસે ઈ. મેનેજર (2) શૈલેષ આઈ.સેવકની સહીથી 9/5/2017ના દિવસે પાછલા બારણે રૂપેશ પ્રફુલચંદ્ર શાસ્ત્રીની મેનેજર 1તરીકે નિમણૂક કરતો સર્ક્યુલર ઠરાવ ટ્રસ્ટીઓને મોકલાવ્યો હતો. જેમાં કાયમી ટ્રસ્ટી અજય તામ્બવેકર અને સેવક ટ્રસ્ટી ઉમેશ.ટી.સેવકે સંમતિ દર્શાવી અને અન્ય ટ્રસ્ટીને મોકલી આપ્યો હતો. જોકે તા-10/5/2017 ના રોજ ટ્રસ્ટી ભરતભાઈ જોશી અને બીરેન પરીખે આ નિમણૂક અંગે અસંમતિ દર્શાવી હતી. પરંતુ તે પહેલાં જ તા- 9/5/2017 ના રોજ મંદિર ઓફિસમાં હાજર થઈ હાજરી પત્રકમાં નોંધ કરી રૂપેશ શાસ્ત્રીએ જાતે જ મેનેજરનો ચાર્જ સાંભળી લીધો હતો.

મંદિરના પૂજરીઓએ મારમાર્યો હતો
તા9/5/2017 થી 29/5/2018ના સમય ગાળા સુધી રૂપેશ શાસ્ત્રી મંદિરના મેનેજર તરીકે ફરજ બજાવી હતી. જોકે આ સમયગાળો પણ ખૂબ વિવાદમાં રહ્યો હતો. મનસ્વી વહીવટને પરિણામે મંદિરના પૂજારી સેવકોની સહનશક્તિ ટૂંકી થતા 2018ના ફેબ્રુઆરીમાં પૂજારી સેવકો અને મનેજરને કોઈક બાબતે ઘર્ષણ થતા સેવક પૂજરીઓએ ડાકોર મંદિર બહાર રૂપેશ શાસ્ત્રીને છુટા હાથે મારમારી અધમુઓ કરી મુક્યો હતો.

સ્પેશિયલ ઓડિટમાં ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું
15/4/2018ની મંદિર કમિટીની મિટિંગમાં મેનેજર રૂપેશ શાસ્ત્રીના કાર્યકાલ દરમિયાન થયેલા ખર્ચ અને તેને ઉપાડેલ પગાર બાબતે સ્પેશિયલ ઓડિટ કરાવવાઠરાવવામાં આવ્યું હતું. જોકે આ મિટિંગમાં તેના ચુસ્ત ટેકેદાર ટ્રસ્ટી અજય તામ્બવેકર સિયાવ અન્ય ત્રણે ટ્રસ્ટી હાજર રહ્યાં હતા. જે અનુસાર સ્પેશિયલ ઓડિટ થતા રિપોર્ટના મુદ્દા નંબર 18 જોતા કુલ રૂપિયા 5,07,970ની ખોટા પગાર બીલની ચોખ્ખી ઉચાપત મળી આવી હતી. જે આધારે ડાકોર પોલીસે મંદિર કમિટીની ફરિયાદ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. જોકે ડાકોર પીએસઆઇ એમ.એમ.જુજા અને ટીમનું કુશળ મહેનતે રણછોડરાયજીની તિજોરીમાં હાથ નાંખનારો આરોપી પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી અંતે ઝડપાયો છે.

Leave a Reply

Your email address will not be published.