GUJARAT

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું.

 1,369 Total Views

ગુજરાત માં કોંગ્રેસ માં આજે એક દિગ્ગજ નેતાએ વસમી વિદાય લીધી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું છે. 94 વર્ષની વયે આજે તેમના અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને તેમના શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ તેઓનો જન્મ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7માં મુખ્યમંત્રી હતા. તેઓએ 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી.

માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ પર બિરાજમાન રહ્યા છે. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતની રાજનીતિમાં આવ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા. માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. માધવસિંહ સોલંકી પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા છે.

દેશભરમાં મધ્યાહન ભોજનની શરૂઆત માધવસિંહ સોલંકીની દેણ છે. રાજ્યભરમાં મફત કન્યા કેળવણીની પણ તેમના સમયમાં શરૂઆત થઈ હતી. આર્થિક વિકાસની યોજનાઓમાં પણ માધવસિંહ સોલંકીનું મહત્વપૂર્ણ નક્કર યોગદાન છે. પૂર્વ સીએમ માધનસિંહ સોલંકીનો જન્મ 30 જૂલાઇ 1927નો રોજ થયો હતો અને તેમનું નિધન 9 જાન્યુ. 2021ના રોજ થયું છે.

માધવસિંહની જીવન સફર

– 30 જૂલાઇ 1927ના રોજ થયો હતો જન્મ
– વર્ષ 1973,1975,1982, 1985માં ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યાં
– ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો રેકર્ડ
– દેશના આયોજનમંત્રી અને વિદેશમંત્રી પણ રહ્યા
– સ્વાતંત્ર્ય સંગ્રામથી માધવસિંહ ગાંધીજીની ફોજમાં જોડાયા
– ઇન્દુલાલે એમને પોતાના સહાયક બનાવી ચકાસ્યા
– મફત કન્યા કેળવણી ગુજરાતમાં લાવ્યા
– ખામ થિયરી માટે જાણીતા હતા
– ગુજરાતના આર્થિક વિકાસની અનેક નક્કર યોજનાઓ લાવ્યા
– સમગ્ર દેશમાં મધ્યાહન ભોજન યોજના લાવ્યા હતા
– પત્રકારત્વ, રાજકારણ અને સાહિત્ય સાથે જોડાયેલા રહ્યાં
– ફિલ્મ અને પ્રવાસનનો પણ અનોખો શોખ હતો

Leave a Reply

Your email address will not be published.