Sports

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) માં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશમાં ક્રિકેટનો અંત આવશે….

 280 Total Views

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) માં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશમાં ક્રિકેટનો અંત આવશે. સાઉથ આફ્રિકા સ્પોર્ટ્સ અને ઓલિમ્પિક કમિટી (SASCOC) એ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) ને સસ્પેન્ડ કર્યું છે કારણ કે તે આ ક્રિકેટ સંસ્થામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગે છે.

ઓલિમ્પિક સમિતિની આ કાર્યવાહી દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ માટે બીજો એક ઝટકો છે, જેના પર ભ્રષ્ટાચાર અને વંશીય ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ કે હવે CSA પાસે દૈનિક કાર્યોને સંચાલન કરવા કોઈ નહીં હોય.

દક્ષિણ આફ્રિકાના પીટરસને ટ્વિટર પર લખ્યું, “દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ વિશે જે બનતું હોય છે તે ભયાનક છે.” પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે CSAમાં મુખ્ય પદ સંભાળ્યું હતું અને પીટરસનને તેના માટે ખરાબ લાગ્યું હતું. તેમણે કહ્યું, ‘તે સંસ્થામાં કામ કરતા ઘણા અદ્ભુત લોકો અને આ દુર્ઘટનાને કારણે સંઘર્ષ કરી રહેલા તમામ ખેલાડીઓ માટે મને ખૂબ જ દુ:ખ છે.’ પીટરસને કહ્યું, ‘આ રમત દક્ષિણ આફ્રિકાને એક કરે છે. આ હોરર શોથી ક્રિકેટનો અંત આવશે. ‘

એક રીપોર્ટમુજબ, ઓલિમ્પિક સમિતિએ મંગળવારે બોર્ડ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લીધો. તેમણે આરોપ લગાવ્યો કે CSA પાસે ‘ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ઘણા દાખલા છે જેણે ક્રિકેટને બદનામ કરી દીધુ.

CSA ના ભૂતપૂર્વ સીઈઓ થાબંગ મુનરોને ગયા મહિને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવનારા એક રીપોર્ટ બાદ પદ પરથી હટાવ્યા હતા. કાર્યકારી સીઇઓ જોક ફોલ અને અધ્યક્ષ ક્રિસ નેનજાનીએ ગયા મહિને રાજીનામું આપ્યું હતું. ફોલની જગ્યા કુગેંડ્રી ગવેંડરે લીધી હતી.

દેશના ટોચના ખેલાડીઓએ સપ્ટેમ્બરના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવા બદલ CSAની પણ ટીકા કરી હતી. CSAને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઓલિમ્પિક સમિતિની કાર્યવાહીને સરકારની દખલ ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published.