977 Total Views
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને ફરી સ્થાપિત કરવાની માંગણી બાદ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ દાવો કર્યો કે કાશ્મીરના લોકો ખુદને ભારતીય માનતા નથી. લોકસભા સાંસદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ના તો કાશ્મીર પોતાને ભારતીય માને છે અને ના તો ભારતીય થવા માંગે છે. તેના બદલે તે ઇચ્છે છે કે ચીન તેના પર શાસન કરે.
‘5 ઑગસ્ટના રોજ જે કર્યું, તે તાબૂતમાં છેલ્લો ખીલો હતો’
એક મીડિયા ઇન્ટરવ્યુમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ઇમાનદારીથી કહું તો મને પરેશાની થશે તેમને ત્યાં કોઇ એવો વ્યક્તિ મળ્યો છે જે ખુદને ભારતીય બોલે. અબ્દુલ્લાએ આગળ કહ્યું કે તમે જાઓ અને ત્યાં કોઇની પણ સાથે વાત કરો…તેઓ પોતાને ભારતીય માનતા નથી અને ના તો પાકિસ્તાન…હું તમને સ્પષ્ટતા કરી દઉં. ગયા વર્ષે 5મી ઑગસ્ટના રોજ તેમણે (મોદી સરકારે) જે કર્યું તે તાબૂતમાં છેલ્લો ખીલો હતો.
‘કાશ્મીરીઓએ ગાંધીના ભારતને પસંદ કર્યુ હતું’
ઇન્ટરવ્યુમાં અબ્દુલ્લાએ કહ્યું કે આ ત્યાંના લોકોનો મૂડ છે કારણ કે કાશ્મીરીઓને સરકાર પર કોઇ વિશ્વાસ રહ્યો નથી. તેમણે કહ્યું કે વિભાજનના સમયે ઘાટીના લોકોનું પાકિસ્તાન જવાનું સરળ હતું પરંતુ ત્યારે તેમને ગાંધીના ભારતને પસંદ કર્યું હતું નહીં કે મોદીના ભારતને.
‘હું જે કહી રહ્યો છું લોકો તેને સાંભળવા માંગતા નથી’
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા એ આગળ કહ્યું કે આજે બીજી બાજુ ચીન આગળ વધી રહ્યું છે. જો તમે કાશ્મીરીઓ સાથે વાત કરો તો કેટલાંય લોકો ઇચ્છશે કે ચીન ભારતમાં આવી જાય. જ્યારે તેમને ખબર છે કે ચીને મુસ્લિમોની સાથે શું કર્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે હું તેના પર ખૂબ ગંભીર નથી પરંતુ હું ઇમાનદારીથી કરી રહ્યો છું તે લોકો સાંભળવા માંગતા નથી.
‘દરેક ગલીમાં એકે-47 લઇ સુરક્ષાકર્મી ઉભા છે’
કેન્દ્ર પર નિશાન સાંધતા ફારૂક અબ્દુલ્લાએ દાવો કર્યો કે જો તેઓ ઘાટીમાં કયાંય પણ ભારત અંગે કંઇ બોલે છે તો કોઇ તેમને સાંભળા માંગતા નથી. તેમણે કહ્યું કે ત્યાં દરેક ગલીમાં એક-47 લઇ સુરક્ષાકર્મી ઉભા છે. આઝાદી કયાં છે?
‘કાશ્મીરમાં 370 ફરી સ્થાપિત કરવાની જરૂર’
આની પહેલાં મંગળવારના રોજ ફારૂક અબ્દુલ્લાએ લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે કલમ 370ને ફરીથી સ્થાપિત કરવી જોઇએ. અબ્દુલ્લાએ કહ્યું હતું કે ગયા વર્ષે 5મી ઑગસ્ટના રોજ ઉઠાવામાં આવેલા પગલાં અંગે વિચારવાની જરૂર છે.