Food Lifestyle

ભૂલી જશો ડેરીમાં મળતા દહીંને… આ રીતે ઘરે જ જમાવો મસ્ત ‘દહીં

 753 Total Views

ઘરનું જમાયેલું દહીં માર્કેટમાં મળનારા દહીંથી સૌથી વધારે ફ્રેશ અને ઓછું ખાટું હોય છે. પરંતુ કેટલીક વાર એવું થાય છે કે ઘરે તે બરાબર જામતુ નથી. એવામાં અમે ઘરે દહીં જમાવવાની સહેલી ટિપ્સ લઇને આવ્યા છીએ. તમે બહાર ડેરીમાં મળતા દહીંને ભૂલી જશો.

– દહીં જમાવવા માટે દૂધ વધારે ગરમ ન હોવું જોઇએ.
– વધારે ગરમ દૂધમાં દહીં સારુ જામતુ નથી અને એવામાં દૂધ ફાટવાની સંભાવના રહે છે.
– ફુલ ક્રીમના ઉપયોગથી દહીં ઘટ્ટ જામે છે.
– દૂધ નવશેકુ હોવું જોઇએ. ન વધારે ગરમ કે ન વધારે ઠંડું..
– દૂધમાં દહીં મિક્સ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરવું જરૂરી છે.
– દહીં ઉમેર્યા બાદ વાસણને બરાબર ઢાંકીને કોઇ સારી જગ્યા પર રાખો.
– ધ્યાન રાખો કે વાસણને વારંવાર ન અડો તેનાથી દૂધ હલી દશે અને દહીં ઘટ્ટ થશે નહીં.
– દહીં રાખેલા વાસણને ઓછામાં ઓછા 4 કલાક સુધી હલાવશો નહીં.
– જો નક્કી કરેલા સમય બાદ પણ દહીં યોગ્ય ન જામે તો એક તવાને ગરમ કરી તેની પર દહીં વાળું વાસણ રાખી દો.
– અડધા લીટર દૂધ માટે ઓછામાં ઓછું બે ચમચી દહીંનો ઉપયોગ કરો.

Leave a Reply

Your email address will not be published.