612 Total Views
છેલ્લા 10 વર્ષમાં 50થી વધુના મોત થયા… મુંબઈ ખાતે આફ્રિકન એમ્બેસીની બહાર ધરણાની ચીમકી
છેલ્લા કેટલાક દિવસોથી મુળ ભારતીય અને તેમાયં ખાસ કરીને ભરૃચ જિલ્લાના વતનીઓ કે જે સાઉથ આફ્રીકામાં રોજીરોટી અર્થે વસવાટ કરી રહ્યા છે તેમની પર હુમલા અને લૂંટના બનાવો વધી રહ્યા છે. જે અંગે મુળ ભારતીય એવા અને સાઉથ આફ્રીકામાં વસવાટ કરતા લોકોના જાન-માલની હિફાઝત કરવા અંગે આવેદનપત્ર અબ્દુલ કામઠીની આગેવાનીમાં કલેક્ટરને અપાયુ હતુ.
ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ વિદેશમંત્રી સહિતને સંબોધીને આપવામાં આવેલ આવેદનમાં જણાવાયુ છે કે, લાંબા સમયથી મુળ ભારતના અને દક્ષિણ આફ્રીકામાં રહેતા લોકો પર હાલના દિવસોમાં અવારનવાર સ્તાનિક લૂંટારૃ દ્વારા હુમલાઓ કરી લૂંટી લેવામાં આવે છે.
આ ઉપરાંત સ્થાનિકો દ્વારા આડેધડ ગોળીબાર કરવાના કારણે મોટી સંખ્યામાં ભારતીયોના મોત નિપજયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં આશરે ૫૦ કરતા વધુ નવયુવાનોના હુમલામાં મોત થયા છે.
આ ઉપરાંત લૂંટારૃઓ તેમની મિલકતો લૂંટીને આગના હવાલે કરી આર્થિક નુકશાન પણ પહોંચાડે છે. ત્યાની સરકાર અસરકારક પગવા ભરતી નથી.