Business

પહેલીવાર IIT કોલેજોની ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન છે.

 528 Total Views

દેશની પ્રતિષ્ઠિત IIT કોલેજોમાં ફાઈનલ પ્લેસમેન્ટ (IIT Placement)ની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. દેશની ઈકોનોમી (Indian Economy) કોવિડ 19 (Covid 19) મહામારીથી ત્રસ્ત છે પણ તેમ છતાં દેશની ટોપ એન્જિનિયરિંગ ટેલેન્ટને મોટી સેલરી ઓફર કરવામાં આવી રહી છે. પહેલીવાર IIT કોલેજોની ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન છે. જો કે, ઈન્ટરનેશનલ ઓફર્સ ઓછી આવી રહી છે. Cohesity અમેરિકામાં નોકરી માટે વાર્ષિક 2 લાખ ડોલર (1.48 કરોડ રૂપિયા)ની ઓફર આપી રહી છે. IIT મુંબઈમાં ટ્રેડિંગ ફર્મ Optiverએ 1.39 કરોડ રૂપિયાની સૌથી મોટી ઈન્ટરનેશનલ ઓફર આપી છે.

કેમ્પેઈન પ્લેસમેન્ટ સેલ્સનું કહેવું છે કે, ફાઈનલ પ્લેસમેન્ટના પહેલા દિવસે અનેક કંપનીઓએ યુવા એન્જિનિયરોને મોટી સેલરી ઓફર કરી છે. તેમાં બી2બી SaaS સ્ટાર્ટઅપ Ally.io પણ સામેલ છે. જેણે 1.39 કરોડ રૂપિયાની ઈન્ટરનેશનલ ઓફર આપી છે. ક્વોન્ટિટેટિવ ટ્રેડિંગ ફર્મ Graviton અને પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ Quantbox 80 લાખ રૂપિયાની સેલરી ઓફર કરી રહી છે જ્યારે ગ્લોબલ ક્લાઉડ ઈમ્પિલમેંટેશન પાર્ટનર MTX Group 70 લાખ સેલરી આપી રહી છે.

પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ Quadeyeનું પેકેજ 58 લાખ રૂપિયાનું હતું. Qualcommએ IIT બોમ્બેમાં 46.41 લાખ રૂપિયાની ઓફર આપી જ્યારે World-Quantની ઓફર 39.7 લાખ રૂપિયાની હતી. IIT મદ્રાસમાં પહેલા દિવસના પહેલા સત્રમાં રેકોર્ડ 123 ઓફર આપવામાં આવી હતી. ગત વર્ષે આ સંખ્યા 102ની હતી. IIT રૂડકીમાં સૌથી વધારે ડોમેસ્ટિક ઓફર 80 લાખ રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published.