India

કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું.

 1,570 Total Views

દેશમાં કોરોના ની વિરૂદ્ધ વેક્સીનેશન શરૂ થઇ ચૂકયું છે. સરકારની તરફથી બે રસીને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી છે. ત્રીજા તબક્કામાં ચાલી રહેલા કોવેક્સીન ના ટ્રાયલને જોતા કંપનીએ રસી લેનાર લોકો માટે હવે ફેક્ટ શીટ રજૂ કરીને સાવધાનીઓનું પાલન કરવાનું કહ્યું છે.

આ લોકો રસી ના મૂકાવે

કોવેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેક એ વિસ્તારથી ફેક્ટ શીટ રજૂ કરી કહ્યું છે કે જેમની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે અથવા તો જો કોઇ એવી દવા લઇ રહ્યા છો જેની ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર પડી શકે છે, તેમણે એન્ટી-કોવિડ વેક્સીન કોવેક્સીન ના મૂકાવાની સલાહ આપવામાં આવે છે.

આની પહેલાં સરકારે કહ્યું હતું કે નબળી ઇમ્યુનિટીવાળા દર્દી પણ આ રસીને લઇ શકે છે. જો કે એવું સમજવામાં આવ્યું હતું કે આ લોકોમાં આ ઓછી અસરકારક રહેશે. સામાન્ય રીતે કીમોથેરાપી કરાવી રહેલા કેન્સર પેશન્ટસ, HIV પોઝિટિવ લોકો અને સ્ટિરોઇડ લેનાર આ શ્રેણીમાં આવે છે. આમ તો આવા દર્દીઓમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે પરંતુ ડૉકટર્સનું કહેવું છે કે સામાન્ય રીતે આ લોકોમાં વેક્સીનની અસર ખૂબ જ ઓછી થાય છે.

બીમાર, તાવ, એલર્જી, ગર્ભવતી…આ લોકો પણ ધ્યાન આપે

ભારત બાયોટેક એ બ્લીડિંગ ડિસઓર્ડરવાળા લોકોને વેક્સીન મૂકાવાથી બચવાની સલાહ આપી છે. આ સિવાય જે લોકો ગંભીર રીતે બીમાર છે, તાવ છે કે કોઇપણ પ્રકારની એલર્જીનો ઇતિહાસ રહ્યો છે, ગર્ભવતી કે બાળકોને દૂધ પીવડાવનાર માતાઓ રસી મૂકાવાથી અંતર બનાવી રાખે. ફેક્ટ શીટમાં ભલામણ કરાઇ છે કે જો રસી મૂકાવનારને કોવિડ-19ના કોઇ લક્ષણ દેખાય છે તો તેની પ્રતિકૂળ પ્રભાવ તરીકે નોંધાવું જોઇએ. તેનું પ્રૂફ આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ હશે.

શું કોવેક્સીનથી ગંભીર એલર્જીક રીએકશન થઇ શકે છે?

ડૉકટર્સનું કહેવું છે કે દેશભરમાંથી મામૂલી પ્રતિકૂળ પ્રભાવ કેસ સામે આવ્યાને ધ્યાનમાં રાખતા આ ફેક્ટશીટ આવી છે. નિષ્ણાતો એ કહ્યું છે કે વેક્સીન મૂકાવનાર વ્યક્તિને કોરોના થઇ શકે છે પરંતુ સંક્રમણ મામૂલી હશે. કંપનીએ કહ્યું કે એ વાતની સંભાવના બિલકુલ ઓછી છે કે ભારત બાયોટેક કોવિડ-19 વેક્સીન (કોવેક્સીન)થી કોઇ ગંભીર એલર્જીક રીએકશન થયું હોય…એવું દુર્લભ થાય છે. આગળ કહ્યું કે ગંભીર એલર્જીવાળા રીએકશનમાં શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજો, હૃદયના ધબકારા વધી જવા, આખા શરીર પર ચકામા અને નબળાઇ સામેલ છે.

ફેક્ટશીટમાં કહ્યું છે કે વેક્સીનેટર/અધિકારીને પોતાની મેડિકલ પરિસ્થિતિઓ અંગે ચોક્કસ બતાવો. એ પણ કહો કે શું તમે સતત કોઇ બીમારી માટે દવા લઇ રહ્યા છો? જો હા તો કયારથી અને કેવી સ્થિતિ માટે.

સરકારે ખરીદ્યા છે 55 લાખ ડોઝ

કોવેક્સીનના ક્લિનિકલ અસરની હજુ સંપૂર્ણપણે ભાળ મેળવવાનું બાકી છે અને તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. એવામાં એ મહત્વપૂર્ણ છે કે વેક્સીન મૂકાવતાની સાથે જ બીજી સાવચેતીનું પણ પાલન કરવામાં આવે. સરકારે કોવેક્સીનના 55 લાખ ડોઝ ખરીદ્યા છે જેને 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.