GUJARAT

મેક્સિકોની હોસ્પિટલમાં પૂરનું પાણી ઘૂસી જતાં 16 દર્દીઓનાં મોત

 1,040 Total Views

– મૂશળધાર વરસાદને કારણે આવેલું પૂર

– વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે ઓક્સિજન ઉપકરણો બંધ થઇ જતાં દર્દીઓનાં મોત થયાની શક્યતા

તુલા(મેક્સિકો) : મધ્ય મેક્સિકોમાં મૂશળધાર વરસાદને કારણે અચાનક આવેલા પૂરનું પાણી એક હોસ્પિટલમાં ઘૂસી જતાં ૧૬ દર્દીઓનાં મોત થયા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર વીજળી પુરવઠોે ખોરવાઇ જવાના કારણે ઓક્સિજન ઉપકરણો બંધ થઇ જવાના કારણે ૧૬ દર્દીઓનાં મોત થયા હોવાની શક્યતા છે.

રાષ્ટ્રીય સામજિક સુરક્ષા સંસ્થા(આઇએમએસએસ)એ સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું કે ઘટનામાં ૪૦ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. મેક્સિકો સિટીના ઉત્તરમાં ૧૦૦ કિમી દૂર આવેલા તુલા શહેરમાં ઝડપથી પૂરનું પાણી ભરાઇ જવાના કારણે અન્ય વિસ્તારોની સાથે એક સરકારી હોસ્પિટલમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું હતું.

હોસ્પિટલની અંદર મૂકવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા વીડિયો મુજબ હોસ્પિટલમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ જતા દર્દીઓેને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતાં.

ઇમરજન્સી કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલ ખાલી કરાવ્યું હતું અને દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.

આઇએમએમએસના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર પાણી ભરાઇ જવાના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને હોસ્પિટલના જનરેટર પણ બંધ થઇ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published.