India

ખેડૂતોએ બેઠકમાં ખેડૂત આગેવાનોને એનઆઇએ દ્વારા જારી કરાઇ રહેલી નોટિસોનો મુદ્દો ઉઠાવી જોરદાર વિરોધ.

 1,326 Total Views

૩ કૃષિ કાયદાઓ મુદ્દે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે ૧૦મા રાઉન્ડની બેઠક કોઇપણ સમજૂતિ વિના સમાપ્ત થઇ હતી. બુધવારે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને બે પ્રસ્તાવ આપ્યા હતા. સરકારે ખેડૂતોને જણાવ્યું હતું કે, ૩ કૃષિ કાયદાનો અમલ ૧૮ મહિના સુધી સ્થગિત કરી દેવાશે અને લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે નવી સમિતિની રચના કરાશે. જોકે ખેડૂતોએ આ પ્રસ્તાવ સ્વીકારતાની સાથે જ આંદોલન સમાપ્ત કરી દેવું પડશે. આ પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતોને ફરી એકવાર કૃષિ કાયદાઓમાં સુધારા કરવાની ઓફર આપી હતી પરંતુ ખેડૂતોએ કાયદા સંપુર્ણ નાબૂદ કરવાની માગ દોહરાવી આરોપ મૂક્યો હતો કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસરની બાંયધરી આપવાના મુદ્દાને અવગણી રહી છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, પહેલા સેશનમાં કોઇ સફળતા હાંસલ થઇ નહોતી.

ખેડૂતોએ બેઠકમાં ખેડૂત આગેવાનોને એનઆઇએ દ્વારા જારી કરાઇ રહેલી નોટિસોનો મુદ્દો ઉઠાવી જોરદાર વિરોધ કર્યો હતો. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, એનઆઇએનો ઉપયોગ ખેડૂતોને હેરાન કરવા માટે થઇ રહ્યો છે.

દિલ્હીની ટિકરી બોર્ડર પર વધુ બે ખેડૂતનાં મોત

દિલ્હીની ટિકરી બોર્ડર પર બુધવારે આંદોલનમાં સામેલ ખેડૂત ધન્ના સિંહનું મોત થયું હતું. તેમના મોતનું કારણ હજુ જાણવા મળ્યું નહોતું. બીજીતરફ મંગળવારે ઝેર ખાઇ લેનાર ૪૨ વર્ષના ખેડૂત જય ભગવાન રાણાનું બુધવારે મોત થયું હતું. હરિયાણાના રોહતકના વતની રાણાએ મંગળવારે ઝેર ખાઇ લીધું હતું. ટિકરી બોર્ડર પર ખેડૂતોના આંદોલન સાથે સંકળાયેલા રાણાએ સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે હવે આ આંદોલન નહીં પરંતુ મુદ્દાની લડાઇ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published.