India

ગાજીપુર બોર્ડર ઉપર કડકડતી ઠંડીને કારણે તબિયત નાદુરસ્ત થતાં ખેડૂત લડવૈયા ગલતાનસિંહ તોમરનું મૃત્યુ થયું.

 1,608 Total Views

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો છેલ્લા ૩૭ દિવસથી દિલ્હી બોર્ડર ઉપર પ્રદર્શન કરી રહ્યાં છે. આંદોલનને એક મહિનો વીતી ચૂક્યો હોવા છતાં ધરતીપૂત્રોના પ્રાણપ્રશ્નનો હજી સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. તા. ૪થી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર સાથે ફરી એકવખત યોજાનારી બેઠક અગાઉ શુક્રવારે ખેડૂત આગેવાનોની એક અગત્યની બેઠક મળી હતી. બેઠક અંતર્ગત ખેડૂત આગેવાનોએ આ વખતે સરકાર સાથેની બેઠકમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવ્યો તો લડત આક્રમક બનાવવાનો નિર્ણય કર્યો હતો. હરિયાણામાં મોલ અને પેટ્રોલપંપ બંધ કરવાથી લઇને તા. ૬થી જાન્યુઆરીએ ટ્રેકટર માર્ચ કાઢવાનું એલાન થયું હતું. સાથોસાથ હરિયાણા- રાજસ્થાન બોર્ડર ઉપર બેઠેલા હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવી પણ ચીમકી ઉચ્ચારાઇ છે.

નવા કૃષિ કાયદા અંગે તા. ૪થી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર સાથે આઠમા તબક્કાની બેઠક મળવા જઇ રહી છે. સરકાર સાથે થનારી વાટાઘાટો અગાઉ શુક્રવારે ખેડૂત સંગઠનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક અંતર્ગત આંદોલનની આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. બીજી બાજુ દિલ્હી બોર્ડર પર ૩૭ દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આ પૈકી ગાજીપુર બોર્ડર ઉપર કડકડતી ઠંડીને કારણે તબિયત નાદુરસ્ત થતાં ૬૫થી ૭૦ વર્ષની વય ધરાવતા ખેડૂત લડવૈયા ગલતાનસિંહ તોમરનું મૃત્યુ થયું હતું. તોમર બાગપત જિલ્લાના મોજિદબાદ ગામના વતની હતા. ગલતાનસિંહ ખેડૂત આંદોલનમાં પહેલા દિવસથી જોડાયા હતા. કાતિલ ઠંડીને કારણે તેમનું મૃત્યું થયું હોવાનું પ્રારંભિક તપાસમાં નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published.