591 Total Views
નેત્રંગ તાલુકાના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકાનો વિધાય સમહારો યોજાયો હતો. તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળામાં પાછલા ૭ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તમન્નાબેન સુંદરભાઈ વસાવા કે જેઓ કન્યા શાળામાં ધોરણ ૬ થી ૮ ના ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા હતા. જેઓ ની નેત્રંગ કન્યા શાળા થી સાકવા પ્રાથમિક શાળા ખાતે બદલી થતા શાળા પરિવારે તેમનો વિદાય સમહારો યોજ્યો હતો. જેમાં પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી વિદાય સમહારો યોજાયો હતો. આ પ્રસંગે શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ શિક્ષિકાના વિદાય થી ભાવુક બન્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.