GUJARAT

પ્રખ્યાત લોકગાયક હેમંત ચૌહાણે સ્ટુડીયો માલિકને આપી ધમકી, અટકાયત બાદ છોડી મુકાયા

 447 Total Views

શિવ સ્ટુડિયોના સંચાલકને ધમકી આપવા મુદ્દે આજે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કરી હતી. જોકે બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. વર્ષ 2015ની ઓડિય ક્લીપ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે હેમંત ચૌહાણની કથિત ઓડિયો ક્લીપ વાઇરલ થઈ હતી. આ ક્લીપ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક ભાવિનભાઈ ખખ્ખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકગાયક હેમંત ચૌહાણ વિરુદ્ધ અરજી કરી હતી.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2015માં હેમંત ચૌહાણ દ્વારા ફરિયાદી શિવ સ્ટુડિયોવાળા ભાવિનભાઈ ખખ્ખરને ફોન પર હાથ-પગ તોડી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. બાદમાં આ અરજી ‘એ ડિવિઝન’માં ટ્રાન્સફર થતાં પોલીસે હેમંત ચૌહાણની અટકાયત કરી હતી. જોકે બાદમાં હેમંત ચૌહાણને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.

આ મામલે રાજકોટના શિવ સ્ટુડિયોવાળા રસિકભાઈ ખખ્ખરના પુત્ર પુત્ર ભાવીને અરજી કરી હતી. જોકે આ મામલે પોલીસ તરફથી કોઇ કાર્યવાહી ન કરાતા તેમણે RTIનો સહારો લીધો હતો. ત્યારે એ ડિવિઝન પોલીસે અરજીના આધારે અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.