Business

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ,તેની કિંમત બમણી થઈ જાય છે.

 1,292 Total Views

કોરોના કાળમાં ભલે લગભગ દરેક પ્રકારના ટેક્સમાં ઘટાડો આવ્યો હોય. પણ એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં  ચાલુ નાણાકીય વર્ષમાં એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આનું કારણ ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ રેટમાં રેકોર્ડ વધારો છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ  તરફથી પ્રાપ્ત માહિતી મુજબ એપ્રિલ-નવેમ્બર 2020 દરમિયાન એક્સાઈઝ ડ્યુટીની વસૂલાત વર્ષ 2019ના સમાન ગાળામાં રૂ. 1,32,899 કરોડથી વધીને રૂ. 1,96,342 કરોડ થઈ છે.

ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી પણ વધુનો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનાના ગાળામાં ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી વધુનો ઘટાડો થવા છતાં એક્સાઇઝ ડ્યુટી કલેક્શનમાં આ વધારો થયો છે. ડીઝલ એ ભારતમાં સૌથી વધુ વપરાશમાં આવતું ઇંધણ છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (PPAC)ના ડેટા અનુસાર એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન ડીઝલનું વેચાણ એક વર્ષ અગાઉના 5.54 કરોડ ટનથી ઘટીને 4.94 કરોડ ટન થયું છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલનો વપરાશ પણ એક વર્ષ અગાઉના 2.04 કરોડ ટનથી ઘટીને 1.74 કરોડ ટન થયો છે.

આ રીતે વધે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટ દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈપણ કિંમતે ટેક્સ પાછો ખેંચી શકતા નથી. કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાંથી વિકાસ થાય છે.

કેન્દ્ર વસૂલે છે એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય VAT

પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જુલાઈ 2017થી દેશમાં જીએસટી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે, જ્યારે રાજ્ય સરકારો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) વસૂલ કરે છે. ઉદ્યોગનાં સૂત્રો કહે છે કે આર્થિક ક્ષેત્રે મંદી હોવા છતાં એક્સાઇઝ વસૂલાતમાં વધારો થવાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ દરમાં રેકોર્ડ વધારો છે.

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લિટર વધારાઈ

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર બે વખત લિટર દીઠ 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વધારી છે. આનાથી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 32.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલની છૂટક કિંમત પ્રતિ લિટર રૂ 84.70 છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 74.88 છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના ડેટા મુજબ આખા નાણાકીય વર્ષ 2019-20 માટે કુલ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન 2,39,599 કરોડ રૂપિયા રહી છે.

Leave a Reply

Your email address will not be published.