868 Total Views
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. હાલ તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે જે અંગે માહિતી મળી નથી.
મળતી માહિતી મુજબ ગત રાતે એક ગીતને લઇને સિયાની વાત તેના મેનેજર અર્જુન સરીન સાથે થઇ હતી. અજુને જણાવ્યું કે સિયા બરાબર હતી અને પરેશાન પણ લાગી રહી ન હતી. મેનેજરે જણાવ્યું કે હાલ સમજમાં આવી રહ્યું નથી કે તેણે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું.. જણાવી દઇએ કે થોડાક કલાક સિયા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો.