Business

ભારતમાં અમલીકરણ એજન્સીઓએ છેલ્લા પાંચ મહિના દરમિયાન દેશભરમાં આશરે 412 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સિગરેટ જપ્ત કરી.

 684 Total Views

ઉદ્યોગ સંગઠન ફિક્કી ની તસ્કરી તેમજ નકલી સામાનના વેચાણ રોકતી સમિતિ કેસ્કેડ  મુજબ ઘણા પગલાં ભર્યાં હોવા છતાં ભારત સિગારેટના દાણચોરોની નજરમાં રહેલું છે, અને જૂન-ઓક્ટોબર 2020 દરમિયાન તમાકુની દાણચોરી આઠ ગણી વધી છે. ફિક્કી કાસ્કેડબનાવટી માલની દાણચોરી અને વેચાણને રોકવા માટેની સમિતિ છે.

FICCI Cascade એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં અમલીકરણ એજન્સીઓએ છેલ્લા પાંચ મહિના દરમિયાન દેશભરમાં આશરે 412 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સિગરેટ જપ્ત કરી છે. જૂન-ઓક્ટોબર 2019માં આ આંકડો 52 કરોડ રૂપિયા હતો. આ રીતે દાણચોરીમાં ધરખમ વધારો થયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન આ પ્રકારના ઘણા કિસ્સા સામે આવ્યા છે.

આ સમગ્ર મામલે ફિક્કી કાસ્કેડના પ્રમુખ અનિલ રાજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે દાણચોરી આઠ ગણી વધી છે. જે બતાવે છે કે તમામ પ્રતિબંધો છતાં પણ ભારત તમાકુના દાણચોરોનું લક્ષ્ય રહે છે. તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં રાખવા સંબંધિત અધિકારીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને કડક દેખરેખ રાખવા પર સતત ભાર મૂક્યો.

Leave a Reply

Your email address will not be published.