GUJARAT

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું મોટું નિવેદન ફેબ્રુઆરી થી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ.

 1,262 Total Views

આજે ગાંધીનગર માં સીએમ ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે બાળકોની હાજરી ખૂબ સંતોષકારક છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે કેબિનેટની બેઠક બાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે જણાવી દીધું છે. એટલું જ નહીં, કોરોના વખતથી બંધ ટ્યૂશન ક્લાસિસ ને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્યૂશન ક્લાસિસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ થશે. આ સાથે જ હવે ધોરણ – 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે. કોરોના ગાઈડલાઈન (Corona Guidelines)ના પાલન સાથે શિક્ષણકાર્ય ચાલુ કરાશે.

આજે અન્ય એક જાહેરાતમાં જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે.

Leave a Reply

Your email address will not be published.