771 Total Views
અમદાવાદમાં હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિલ્ડીંગો હલવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મોરબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો થઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છનાં ભચાઉ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં રાત્રે 8.13 કલાકે અમદાવાદ, રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, બનાસકાંઠા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં ભૂકંપના આંચકા આવતાં જ કોરોના સમયમાં પણ લોકો ફ્લેટ અને બિલ્ડિંગોની નીચે દોડી આવ્યા હતા. ભૂકંપનાં આંચકા અંદાજ 4 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
ભૂકંપનાં આંચકા આવતાં જ સમગ્ર ગુજરાતમાં લોકો રોડ પર દોડી આવ્યા હતા. અને ખુલ્લા મેદાનમાં આવીને ઉભા રહી ગયા હતા. 2020ના આ વર્ષમાં લોકોએ ખરાબમાં ખરાબ અનુભવો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા ઉપડી હતી.