GUJARAT

ગુજરાત પોલીસબેડામાં હડકંપ, અ’વાદમાં કોરોનાને કંટ્રોલ કરનાર DSP હરેશ દૂધાત અને પત્ની કોરોના પોઝિટીવ

 969 Total Views

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર મહંદઅંશે ઓછો થયો છે, તેમ છતાં દરરોજ હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનામાં અપાયેલ લોકડાઉનનું કડક પાલન કરાવ્યા બાદ સરકાર દ્વારા DSP હરેશ દુધાતને સુરતમાં વિશેષ સેવા માટે મોકલ્યા હતા.

સુરતમાં કોરોના વિસ્ફોટ થતાં હરેશ દુધાતને ત્યાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. પરંતુ DSP હરેશ દૂધાત અને તેમના પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલ બન્નેને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગત મહિને કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટરના હરેશ દુધાતને સુરતના કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા હતાં. દુધાતે અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેમને સુરતમાં મોકલાયા છે પરંતુ ત્યાં તેમને કોરોનાનો ચેપ લાગી ગયો છે.

હાલ અમદાવાદ અને જિલ્લામાં કોરોનાના એક દિવસના 160થી 170ની આસપાસ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 157 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 173 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.