India

ડૉ.હર્ષવર્ધન એ જણાવ્યું કે જાન્યુઆરીના તબક્કામાં ભારતમાં લોકોને પ્રથમ કોવિડ રસી આપવાની સ્થિતિમાં હોઈશું.

 1,354 Total Views

ભારત માં જાન્યુઆરી માં COVID-19 નું રસીકરણ  શરૂ કરી શકાય છે તેવા સંકેત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન એ આપી દીધા. તેમણે કહ્યું છે કે સુરક્ષિત અને અસરકારક રસી સરકારની પ્રાથમિકતા રહી છે. ડૉ.હર્ષવર્ધન એ જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે મને લાગે છે કે આપણે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહ અથવા તબક્કામાં ભારતમાં લોકોને પ્રથમ કોવિડ રસી આપવાની સ્થિતિમાં હોઈશું.” મંત્રીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે તેનું વિશ્લેષ્ણ ડ્રગ રેગ્યુલેટર દ્વારા કરાઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે કોવિડ-19 વેક્સીન અને રિસર્ચની વાત કરીએ તો ભારત કોઇપણ દેશથી કમ નથી. આપણી પ્રાથમિકતા વેક્સીન સુરક્ષિત અને અસરકારક રહી છે. આપણે તેના પર કોઇ સમજૂતી કરવા માંગતા નથી. આપણા નિયામક ગંભીરતાની સાથે તેનું વિશ્લેષણ કરી રહ્યા છે.

ડૉ.હર્ષવર્ધને શનિવારના રોજ કહ્યું હતું કે દેશના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એક સ્વદેશી વેક્સીન પર કામ કર્યું છે અને આવતા છ થી સાત મહિનામાં ભારતની પાસે લગભગ 30 કરોડ લોકોને રસી લગાવાની ક્ષમતા હશે.

તેમણે કોરોના વાયરસ પર મંત્રીઓની બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણા વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એક વેક્સીનના વિકાસ પર કામ કર્યું છે અને એક સ્વદેશી વેક્સીન વિકસિત કરી છે. 6-7 મહિનામાં આપણી પાસે લગભગ 30 કરોડ લોકોને વેક્સીન આપવાની ક્ષમતા હશે.

ભારતમાં 6 કોવિડ-19 વેક્સીન વિભિન્ન ક્લીનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે. તેમાં કોવિશીલ્ડ, કોવેક્સીન, ઝાયકોવ-ડી, સ્પુતનિક વી., એનવીએક્સ-સીઓવી 2373 અને એક રીકમ્બાઇન્ડ પ્રોટીન એન્ટીજન બેઝડ વેક્સીન સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.