Ahmedabad

અમદાવાદને દિવાળી ભારે પડી, આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ

 2,235 Total Views

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.

1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવાયો હતો. જે બાદ હવે કેસો વધતાં ફરીથી નાઈટ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. હવે અગાઉની જેમ જ જો રાત્રે તમે કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર ફરતાં દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ સહિતની તમામ દુકાનો બંધ રહેશે.

આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે. અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કરફ્યૂ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એનો મતલબ કે હવે લાંબા સમય સુધી નાઈટ કરફ્યૂ લાગુ પડે તેવી સંભાવનાઓ છે.

અમદાવાદમાં સાડા ત્રણ મહિના પછી ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 400 બેડ ખાલી છે. અને સરકારી હોસ્પિટલમાં 2237 બેડ ખાલી છે. અમદાવાદમાં વધુ 20 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. કરફ્યૂ દરમિયાન રિક્ષાઓ અને ટેક્સીઓ પણ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.