GUJARAT

ડાકોરમાં દેવઉઠી અગિયારસે ઠાકોરજીના લગ્ન યોજાયા

 662 Total Views

– યાત્રાધામમાં તુલસી વિવાહપર્વ ધામધુમથી ઉજવાયો

– સમગ્ર મંદિર પરિસરમાં આતશબાજી કરવામાં આવી : વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયાં

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં તુલસી વિવાહ પર્વ ધામધમૂથી ઉજવાયો હતો.ઠાકોરજીએ શેરો બાંધી તુલસીજી સાથે ધામધમૂથી લગ્ન કર્યા હતા.મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લગ્નનો લ્હાવો લેવા માટે ઉમટી પડયા હતા.

યાત્રાધામ ડાકોરમાં આજે તુલસી વિવાહ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આજે સવારે મંગળા આરતી સમયે ઠોકરજીને કેસરસ્નાન પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યુ હતુ.સવારે ૧૦ વાગ્યે ભગવાનના સિહાસનની બાજુમાં શેરડીની ચોરી બનાવી હતી.આ બાદ મંડપ મૂર્હત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં સાંજે ૭થી ૯ના અરસામાં સાત ચોરીઓ વૈષ્ણવો દ્વારા બનાવવામાં આવી છે.સાંજે ઠાકોરજીની ઉત્થાપન આરતી બાદ દારૂખાનુ આતશબાજી,બેંડવાજા સાથે ઠોકોરજી ધોડા પર બિરાજમાન થઇ વરધોડો લક્ષ્મીજી મંદિરે ગયો હતો.ત્યાથી પરત રણછોડજી મંદિરે આવી સાત ચોરીમાં લગ્ન યોજાયા હતા.ઠાકોરજીને આજ્ઞાામાળા ધારણ કરાવી ગોપાલલાલજીને દુલ્હા સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા વિધિવિધાનથી દરેક ચોરીમાં તુલસીજી સાથે ગોપાલ લાલજી લગ્ન ગ્રંથીથી જોડાશે.આજે ઠાકોરજીના લગ્નોત્સવમાં હજારો ભક્તોએ હાજરી આપી હતી.મંદિર પરિસરમાં દારૂખાનુ ફોડી આતશબાજી કરાઇ હતી.આજનો દિવસ એટલે અગિયાર કહેવામાં આવે છે.જેને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. આજથી દરેક સમાજના વ્યક્તિઓ લગ્ન કરી શકે તેવી માન્યતાઓ હોય છે.આજે ઠાકોરજીના લગ્નોત્સવમાં હજારો ભક્તોએ હાજરી આપી હતી.આ પ્રસંદે મંદિર પરિસરમાં દારૂખાનુ આતશબાજી કરાઇ હતી. અને બેંડવાજા સાથે ઠાકોરજીની સવાર લક્ષ્મીજીના મંદિર જશે ત્યાથી પરત આવી રણછોડજી મંદિરમાં સાત ચોરીમાં લગ્ન કરશે.આમ ડાકોરમાં તુલસી વિવાહ ધામધૂમથી ભારે ભક્તોની ભીડ સાથે ઉત્સવ ઉજવાયો હતો.મંદિર પ્રસાસન દ્વારા આજે ભગવાનના અમૂલ્ય દિવસે મંદિર ઉપરથી રોશની હટાવી લેતા ભક્તોમાં રોષ ફેલાયો હતો.આ અંગે ભક્તોએ નારાજગી વ્યક્તકરતા જણાવ્યુ હતુ કે ભગવાનના લગ્નના દિવસે મંદિર પ્રસાસને રોશની ઉતારી લેતા નારાજગી વ્યાપી હતી.

Leave a Reply

Your email address will not be published.