1,702 Total Views
ડાકોર પાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ધટક હેઠળ અંદાજિત રૂ ૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર આધુનિક ટાઉનહોલ બનાવવાના કામનું ખાતમુહર્ત ની વિધિ આજ રોજ કરવામાં આવી.
સાથે ૧૪ માં નાણાં પંચ યોજના અંતર્ગત અંદાજિત રૂ ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર પુરુષોત્તમ ભુવન થી જીલકા સો.મિલ સુધી બાકી રહેલ વિસ્તાર માં ગટર લાઈન નાખવામા આવશે તથા નવીન ફાયર સ્ટેશન સામે જળશક્તિ પ્રદર્શન ની પાછળ ની જગ્યામાં નવીન ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવાની કામગીરીનું આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત યું. ડી.પી.-૭૮ ઘટક હેઠળ અંદાજિત રૂ ૫૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ શહીદ પોળ પાછળ વ્હેરા પર શ્લેબ ભરી ડંકનાળ માર્કેટ નુ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવસિહજી ચૌહાણ , રતનસિંહજી રાઠોડ સાંસદ શ્રી પંચમહાલ, શ્રીમતી નયનાબેન પટેલ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત ખેડા, વિમલ ઉપાધ્યાય તથા રાજેશ એમ પટેલ પ્રમુખ શ્રી નગરપાલિકા ડાકોર તથા ડાકોર ધામ ના નગર જનો ઉપસ્થિત રહ્યા હતાં.