India

લખનૌના અનેક વિસ્તારોમાં ગત ડિસેમ્બર મહિનામાં CAA-NRC વિરૂદ્ધ પ્રદર્શનો યોજાયા હતાં.

 481 Total Views

ઉત્તર પ્રદેશના લખનૌમાં ગત વર્ષે CAA-NRC વિરૂદ્ધ થઈ રહેલા પ્રદર્શનોને લઈને યોગી આદિત્યનાથ સરકારે લાલ આંખ કરી છે. આ પ્રદર્શનકારીઓને બરાબરનો પાઠ ભણાવવા યોગી સરકારે તૈયારીઓ કરી લીધી છે. CAA-NRC વિરૂદ્ધના પ્રદર્શનો દરમિયાન હિંસા ભડકાવવાના આરોપસર 8 આરોપીઓના ઘરે પોલીસે નોટિસ મોકલી આપી છે.

પોલીસનું કહેવું છે કે, જે 8 લોકોના ઘરની બહાર નોટિસ લગાવવામાં આવી છે તેમના પર ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક્ટ અને UAPA એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે. આ તમામ લોકો કેસ નોંધાયા બાદથી જ ફરાર છે.

ઠાકુરગંહ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે, CAA-NRC વિરૂદ્ધ થયેલા પ્રદર્શનો દરમિયાન હિંસા ભડકાવનારા 27 લોકો વિરૂદ્ધ આ વર્ષે માર્ચમાં કેસ નોંધવામાં આવ્યા હતાં. તેમાંથી 7 એ કોર્ટમાં આવીને પોતાની ધરપકડ પર સ્ટે લઈ લીધો હતો જ્યારે 11ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બાકીના 8 લોકો હજી પણ ફરાર છે. માટે તેમના ઘરની બહાર નોટિસ લગાવવામાં આવી છે. હવે અમે સીઆરપીસી અંતર્ગત કોર્ટ જઈને તેમની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરીશું.

જાહેર છે કે, લખનૌના અનેક વિસ્તારોમાં ગત ડિસેમ્બર મહિનામાં CAA-NRC વિરૂદ્ધ પ્રદર્શનો યોજાયા હતાં અને આ દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. ઠાકુરગંજ વિસ્તારમાં પણ 19 ડિસેમ્બરે ઉપદ્રવ મચ્યો હતો. લખનૌ પોલીસે જે 27 લોકો વિરૂદ્ધ પ્ર્રદર્શન દરમિયાન હિંસા ભડકાવવાનો કેસ નોંધાવ્યો હતો, તેમના પર સતખંડ પોલીસ આઉટપોસ્ટમાં આગ લગાવવાનો પણ આરોપ છે. પ્રદર્શન દરમિયાન અનેક વાહનો અને જાહેર સંપત્તિઓને ભારે નુંકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું.

હવે યોગી સરકારે આ ઉપદ્રવીઓ પાસેથી જ આ નુંકશાનની ભરપાઈ કરવાનું મન બનાવ્યું છે. જેને અંતર્ગત 8 આરોપીઓના ઘરે નોટિસ પાઠવવામાં આવી છે.

લખનૌ પોલીસે આ હિંસાના ઉપદ્રવી આરોપીઓની તસવીરો વાળા હોડિંગ અનેક ઠેકાણે લગાડ્યા હતાં. જોકે ઈલાહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને તેને વ્યક્તિની અંગત સ્વતંત્રતાનો મામલો ગણાવ્યો હતો. જીલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાં સેંકડો લોકો વિરૂદ્ધ હિંસા ભડકાવવાના કેસ નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published.