GUJARAT Kheda (Anand)

વણઝારીયામાં શહીદ જવાનની પ્રતિમા સ્થાપિત કરવા માંગણી

 987 Total Views

– પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા રજૂઆત

નડિયાદ : કપડવંજ તાલુકાના વણઝારીયાના જવાનનું યુવાનવયે જમ્મુ કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં જિંદગીની આહુતિ આપી હતી. હરીસિંહની માભોમ કાજે શહીદીને ધ્યાનમાં લઈ તેમના માદરે વતન નજીક પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવા કપડવંજના ધારાસભ્યએ માંગણી કરી છે. વણઝારીયા ગામના હરિસિંહ પરમારનું જમ્મુ-કાશ્મીરની સરહદ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. યુવાનવયે વણઝારીયા ગામના હરી સિંહની શહીદીની યાદ તાજી રાખવા કપડવંજ તાલુકાના પાંખીયા ચોકડી ઉપર હરી સિંહની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા નીતિનિયમો મુજબ વધુમાં વધુ સહાય આપવા તેમજ શહીદવીરના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા તાલુકાની પ્રજામાંથી માંગણી ઉઠવા પામી છે. આ અંગે કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ રાઇજીભાઈ ડાભીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published.